નવા CMની યુવા ટીમમાં કયુ ખાતું કોના નામે થયું જાણો આખું લિસ્ટ….

નવા CMની યુવા ટીમમાં કયુ ખાતું કોના નામે થયું જાણો આખું લિસ્ટ….

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારી દેવાઈ છે

ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળનો શપથગ્રહણ યોજાયો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોનું મંત્રીમંડળ રચાયું. જેમાં 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી. જેમા નો રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. શપથ સમારોહ સમાપ્ત થાય બાદ કોને કયા ખાતાની ફાળવણી કરવી તે માટે સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જે બાદ મંત્રીઑની ખાતાની ફાળવણી કરી દેવાઈ છે, મહત્વના ગણાતા ગૃહ, નાણા અને આરોગ્ય ખાતાના સુકાની પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.

PM મોદીએ પાઠવી શુભેચ્છા
ગુજરાતના નવા મંત્રીમંડળે શપથ લેતાની સાથે ખાતા પણ ફાળવી દેવાય છે ત્યારે PM મોદીએ નવા મંત્રીઓને ટ્વીટ કરી શુભકામના પાઠવાત કહ્યું કે મંત્રી તરીકે શપથ લેનાર તમામ સાથીઓને અભિનંદન, આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે જાહેર સેવામાં જીવન સમર્પીત કર્યુ, આ કાર્યકર્તાઓએ પાર્ટીના એજન્ડાને આગળ વધાર્યો સૌને યશસ્વી કાળ માટે શુભકામનાઓ..

કયા મંત્રીઓને કયા ખાતા સોંપાયા
કનુ દેસાઇ, પારડી: નાણાં ખાતું ફળવાયું
રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા: મહેસૂલ અને કાયદા ખાતું ફળવાયું
હર્ષ સંઘવી, મજૂરા: ગૃહ વિભાગ ફળવાયું (રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો)
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ: માર્ગ મકાન ખાતું અપાયું
પ્રદિપ પરમાર, અસારવા: સામાજિક અને ન્યાય અધિકારિતા ખાતું ફળવાયું
બ્રિજેશ મેરજા, મોરબી: ગ્રામ વિકાસ ખાતું અપાયું (રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો)

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *