ગ્રીષ્માના પિતાએ દરેક માતા પિતાને ભાવુક થઇને આપી આ સલાહ…, બે મિનીટ નો સમય કાઢી ને જરુર વાંચી લો..!

ગ્રીષ્માના પિતાએ દરેક માતા પિતાને ભાવુક થઇને આપી આ સલાહ…, બે મિનીટ નો સમય કાઢી ને જરુર વાંચી લો..!

સુરતની અંદર બનેલા પાસોદરા વિસ્તારમાં ૧૨ ફેબ્રુઆરી શનિવારના રોજ બનેલી ઘટનાથી આજે સૌ કોઈ લોકો વાકેફ છે. અને આ હત્યા કેસ બાબતે, ફૂલ જેવી માસૂમ દીકરીને પિતાએ વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારે ડાયમંડ કંપની એ મને ઓફર થતા હું છેલ્લા સાત મહિનાથી આફ્રિકા ગયો હતો, અને નાના માણસો ની પાસે કોઈ પણ બીજા ઓપ્શન હોતો નથી તેને રોજીરોટી કમાવવા માટે કોઈપણ કરવું વસ્તુ કરવી પડે છે.

આ ઉપરાંત, આફ્રિકા હું હીરાના વ્યવસાયથી ગયો હતો, આફ્રિકા કર્યો તે દિવસથી લઈને જે દિવસે મારી દીકરી ની ઘટના બની તે દિવસો સુધી, મારી દીકરી રોજ સવાર-સાંજ મને વીડિયો કોલ કરતી હતી, અને દરરોજ વિડીયો કોલ કરીને મારી સાથે વાતો કરતી હતી. જે દિવસે ઘટના બની તે દિવસે પણ સવારે મને વિડીયો કોલ કરીને વાતો કરી હતી. જ્યારે પણ દીકરી ગ્રીષ્મમાં નો કોલ આવતો ત્યારે સૌથી પહેલા એક જ સવાલ કરતી હતી કે, પપ્પા તમે જમ્યા કે નહીં???, પપ્પા આજે તમારે શું જમવાનું હતું??.

આ દીકરીના પિતા નંદલાલભાઇ વેકરીયા એ વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીએ મને જણાવ્યું હતું કે તેમને પીએસઆઇ બનવું હતું, એમાં જ મારી દીકરીએ તેના માટે એનસીસીના બે વર્ષના ક્લાસ પણ પૂરા કર્યા હતા. આ ઉપરાંત નંદલાલભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે, કરાટેની પ્રોફેશનલ ટ્રેનિંગ પણ તેમણે લીધી હતી. પરંતુ મારી દીકરી તે દિવસે ગભરાઈ ગઈ હશે એવું મને લાગી રહ્યું છે.

અને તેને લીધે જ, નરાધમ પ્રેમીએ લે આવીને સૌથી પહેલાં તો તેમના મોટા પપ્પાને અને પછી તેમના ભાઈ ધ્રુવને ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ ગ્રીષ્માં ને લઇ ને સોસાયટીના ગેટ પાસે લઈ ગયો હતો, પરંતુ એક વાત મને દુઃખ થાય છે કે મારી દીકરી પોતાનો સ્વ-બચાવ કરી શકે નહીં. આ વાતનું દુઃખ મને સૌથી વધુ લાગ્યું છે. અને બીજી બાજુ દીકરી ના ગળા ઉપર હથિયાર રાખ્યો હોવાથી, કોઈપણ બીજું લોકો એ દીકરીને મદદરૂપ થઈ શક્યા નહીં.

આ ઉપરાંત નંદલાલભાઇ વેકરીયા એ વધુમાં જણાવ્યું હતું કે, આ સોસાયટીની અંદર મોટાભાગના લોકો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા ને કારણે, તેઓ પોતાના કામકાજ માટે ઓફિસે ગયા હતા, અને વીડિયોની અંદર જે પણ લોકો દેખાઈ રહ્યા છે તે રોડની હતી, આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ સોસાયટીનો પાંચ વર્ષ પ્રમુખ પણ બની ચૂક્યો છું.

તેને કારણે મને વિશ્વાસ છે કે, સોસાયટીનો કોઈ પણ પુરુષો તો મારી દીકરીને બચાવવા માટેના પૂરેપૂરા પ્રયાસો કર્યા હોત. આ બનાવ બન્યા પછી હું દરેક યુવાનોને સલાહ આપીશ કે, સોસાયટીના નાકે બેસી રહેલા લોકોની ગંદકીને દૂર કરવા માટે વહેલી તકે નાબુત થવી જોઈએ. આ ઉપરાંત નંદલાલભાઇ વેકરીયા વધુમાં જણાવે છે કે, દીકરીઓને સમાજમાં બદનામીના ડરને કારણે તે ઘણી વખત પોતાના બાપ ને કોઈ વસ્તુ કહી શકતી નથી.

આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે આવા તત્વો અને લુખખા તત્વો ને કડક માં કડક અને આકરી સજા થવી જોઈએ તે માટેના નવા નિયમો અને કાનુ નો બનવા જોઈએ. તેની સાથે-સાથે માતા-પિતાને પણ નંદલાલ ભાઈ વેકરીયા સલાહ આપવા માંગે છે કે, તેમને હંમેશા પોતાના સંતાનો ધ્યાન રાખવું જોઈએ, તેમના સંતાનો ના મિત્રો કોણ છે??

તેમના સંતાનો કોની સાથે રહે છે અને કોલેજમાં તેના સંતાનો શું કરે છે??, આ દરેક વસ્તુઓ તેમણે આડી નજર રાખવી જોઈએ. તેમજ રાત્રે જમીને તેમના સંતાનો શું કરી રહ્યા છે, તેમજ તમારા સંતાન બહાર જાય છે તો તે કોની સાથે મળી રહ્યા છે??, આ ઉપરાંત તમારા સંતાનો કોની સાથે બેસે છે કોની સાથે ફરે છે તેની ઉપર મીઠી નજર રાખવી જોઈએ. આવા વ્યસ્ત ભરેલી જિંદગી ની અંદર થોડો સમય પોતાના સંતાનો સાથે વાતચીત કરો અને સમય પસાર કરો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.