ભગવાન મહાદેવના મંદિરમાં નંદીજી ભક્તોના હાથથી પાણી પી રહ્યા છે, શિવાલયોમાં ઉમટી ભીડ, જુઓ…

શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી!
જ્યારે શ્રદ્ધા પૂર્વક કોઈ કામ કરાય તો લોકો તેમાં સાબિતી માંગવા નથી જતાં. ગુજરાતમાં હમણાં આવી જ કેટલીક ઘટનાઓ જોવા મળી રહી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાંથી શનિવારે એક વાત વહેતી થઇ હતી કે, ભગવાન મહાદેવના મંદિરમાં નંદીજી ભક્તોના હાથથી પાણી પી રહ્યા છે.
અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં બની ઘટના: અરવલ્લી અને દાહોદના પણ કેટલાક વિસ્તારોમાં મહાદેવના શિવાલયોના શિવલિંગ અને નંદી પાણી પિતા હોવાના વીડિ્યો સામે આવ્યા હતા.
અમુક વર્ષો પહેલા ગણપતિ દાદા દૂધ પીએ છે તે વાત વાયુવેગે પ્રસરી જતા ઠેરઠેર લોકો ઘરે, મંદિરે ગણપતિને દૂધ પીવડાવતા હતા. શિવલિંગ દૂધ પીવે છે તેવી વાત પણ અગાઉ સામે આવી હતી.
VIDEO માં થયો વાયરલ: આ વીડિયોમા જોવા મળે છે કે, શિવલિંગ અને નંદી પાસે ચમચીથી પાણી ધરવામાં આવે તો તેઓ પાણી પી જાય છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે.
શિવાલયોની બહાર ભીડ ઉમટી: સુરત સહિત ઘણા શિવાલયોની બહાર ભીડ જોવા મળી રહી છે. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. રાજકોટ,અરવલ્લી, ભાવનગર, જામનગર સહિતનાં ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં ખ્યાતનામ શિવમંદિરોની બહાર લાંબી લાંબી લાઇનો લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે.
વેપારીઓએ પણ તક ઝડપી લીધી: તો સાથે મંદિરોની બહાર પાણી અને દુધની વેચવા માટે બહાર રેકડીઓ લઇને લોકો પણ વેપાર કરવાની તક ગુમાવ્યા વગર ઊભા રહી ગયા છે.