યુક્રેન રશિયાના યુદ્ધમાં અસર પામેલા ભારતીયો માટે મોરારી બાપુ મદદ કરવા આવ્યા, મોટું દાન કર્યું, જુઓ વિડીયો…

યુક્રેન રશિયાના યુદ્ધમાં અસર પામેલા ભારતીયો માટે મોરારી બાપુ મદદ કરવા આવ્યા, મોટું દાન કર્યું, જુઓ વિડીયો…

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 13મો દિવસ છે. રશિયા છેલ્લા 12 દિવસથી સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. બે દેશો વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધની અસર વિશ્વના અન્ય દેશો પર પણ પડવા લાગી છે. જો અમેરિકા, યુરોપ રશિયન ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ લાદશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલરની સપાટીને સ્પર્શી શકે છે.

તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં રામકથાકાર મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને. અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રકમ અર્પણ કરવાની પહેલ તેમણે તે રામકથા દરમ્યાન કરી હતી.

મોરારીબાપુએ જણાવ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનું અભિયાન ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. છે. પૂજ્ય મોરારિબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિર માટે અનુદાન આપવાની પૂજ્ય બાપુએ અપીલ કરી હતી અને એ નિમિત્તે શ્રોતાઓ દ્વારા રૂપિયા 19 કરોડની રાશી એકત્ર થઈ હતી, જે પૈકી 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું.

લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી 10 સંસ્થાઓને પહોંચાડવામાં આવી છે. આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે.

વસુધૈવ કુટુંબકમની ભાવના અનુસાર ભારતીય અસરગ્રસ્તો અને અન્ય ધર્મ કે જાતિના હોય તેવા પીડિત લોકો માટે પણ આવશ્યકતા અનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવે અને આ દુ:ખદ પરિસ્થિતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકો માટે એમણે પ્રાર્થના કરી છે.

રશિયા ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. જો રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવે નહીં તો ક્રૂડ ઓઈલની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે. જેનાથી ભારતની મુશ્કેલીમાં વધારો થશે. રશિયા વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. રશિયા યુરોપને તેના કુલ વપરાશના 35 થી 40 ટકા ક્રૂડ ઓઈલ સપ્લાય કરે છે.

ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ પણ ખરીદે છે. વિશ્વમાં સપ્લાય થતા 10 બેરલ ઓઈલમાંથી એક ડોલર રશિયાથી આવે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલના પુરવઠામાં વિક્ષેપના કારણે કિંમતો વધુ વધી શકે છે. અત્યારે રશિયાના 66 ટકા ક્રૂડનો કોઈ ખરીદનાર નથી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275