મમ્મી તું સૌથી સારી છે, પણ હું મજબૂત નથી મને માફ કરજે, 11માં માળથી કૂદી ગયો 16 વર્ષનો દીકરો…

નાની નાની વાતોની બાળકો પણ ખૂબ અસર થતી હોય છે એટલે સુધી કે તેઓ આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી લેતા હોય છે. આજકાલ આ રીતના કિસ્સા બહુ જોવા મળે છે. એવો જ એક કિસ્સો બન્યો છે ફરીદાબાદમાં. અહિયાં એક 16 વર્ષના બાળકે પોતાની સોસાયટીની બિલ્ડિંગના ધાબા પરથી કૂદીને જીવ આપી દીધો છે.
આ બાળકે તેની માતાના નામે એક ચિઠ્ઠી પણ લખી છે. આ ચિઠ્ઠીમાં આ બાળકે તેના મૃત્યુ માટે તેની સ્કૂલ મેનેજમેન્ટને જવાબદાર ગણાવી છે. વાસ્તવમાં મામલો ડિસ્કવરી સોસાયટી ઓફ ગ્રેટર ફરીદાબાદનો છે. આ સોસાયટીમાં ગુરુવારે રાત્રે દસમા ધોરણના વિદ્યાર્થીએ છત પરથી કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. આ વિદ્યાર્થીની ઉંમર માત્ર 16 વર્ષ હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થી તેની માતા સાથે ડિસ્કવરી સોસાયટીમાં રહેતો હતો. આ વિદ્યાર્થી ગ્રેટર ફરીદાબાદની ડીપીએસ સ્કૂલના ધોરણ 10માં અભ્યાસ કરતો હતો.
તેની માતા પણ આ શાળામાં બાળકોને ભણાવે છે. આ વિદ્યાર્થીની માતાનો આરોપ છે કે સ્કૂલના છોકરાઓ તેના પુત્રને ગે કહેતા હતા. જેના કારણે તેમનો પુત્ર ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેમની દિલ્હીમાં ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી. માતાનું કહેવું છે કે સ્કૂલના છોકરાઓ ઘણીવાર તેના પુત્રને ગે કહીને હેરાન કરતા હતા. જેના માટે તેણે ઘણી વખત સ્કૂલ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ સ્કૂલે કોઈ કાર્યવાહી કરી ન હતી.
ફક્ત આટલું જ નહીં વિદ્યાર્થીની માતાનું કહેવું છે કે સ્કૂલ પ્રબંધનનો વ્યવહાર પણ તેમના દીકરા પ્રત્યે બરાબર હતો નહીં. 23 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીની વિજ્ઞાનની પરીક્ષા હતી. જેની માટે અમુક સવાલ માટે તેણે પોતાની એક શિક્ષિકા પાસે મદદ માંગી. પણ મમતાએ તેની મદદ કરવાની જગ્યાએ તેને ખૂબ વઢ્યા અને કહી દીધું કે તે બીમારીનો ફેદી ઊઠવું રહ્યો છે.
વિદ્યાર્થીની માતાએ આરોપ લગાવ્યો છે કે તેના પુત્રને એટલી ઠપકો આપવામાં આવ્યો હતો કે તે એટલો નર્વસ હતો કે તે શાળાએ જવા પણ માંગતો ન હતો. પરંતુ તેની માતાની સલાહ પર તે બીજા દિવસે શાળાએ ગયો. જે બાદ ગુરુવારે રાત્રે જ વિદ્યાર્થિનીએ લગભગ 10 વાગ્યાના અરસામાં સોસાયટીના 15મા માળની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
આ દરમિયાન વિદ્યાર્થીની માતા પોતાના પિતાને દવા આપવા તેમના ઘરે ગઈ હતી. આત્મહત્યા પછી સોસાયટીના બીજા લોકો તેને દવાખાન લઈને જાય છે અને તે તેની માતાને પણ આ ઘટના વિષે ફોન કરીને માહિતી આપે છે. પણ દવાખાન પહોંચતા જ ડૉક્ટર એ વિદ્યાર્થીને મૃત ઘોષિત કરે છે. વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં પહેલા ઘરમાં એક ચિઠ્ઠી લખી હતી. જે પોલીસને તપાસ દરમિયાન મળે છે. આત્મહત્યા પછી વિદ્યાર્થીની માતાએ સ્કૂલ પ્રશાસનને તેમના દીકરાના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા છે. વિદ્યાર્થીની સુસાઇડ નોટમાં પણ સ્કૂલ ને જ જવાબદાર ગણાવી છે.
આ નોટમાં તેની માતાનું નામ લખતી વખતે વિદ્યાર્થીએ લખ્યું છે કે પ્રિય મા, તમે વિશ્વની શ્રેષ્ઠ માતા છો. માફ કરશો હું બહાદુર ન બની શક્યો. આ શાળાએ મને મારી નાખ્યો છે. હું આ નફરતથી ભરેલી દુનિયામાં રહી શકતો નથી. મેં જીવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ જીવનને કંઈક બીજું જોઈએ છે. લોકો મારા વિશે શું કહે છે તેના પર વિશ્વાસ ન કરો. તમે શ્રેેેેષ્ઠ છો
આ સાથે વિદ્યાર્થીએ મારી શારીરિક સ્થિતિ અને મારી સાથે શું થયું તે વિશે પરિવારને જણાવવાનું પણ લખ્યું હતું. કોણ શું કહે છે તેની પરવા કરશો નહીં. જો હું મરી જાઉં તો મારા માટે નવી નોકરી શોધો. તમે કલાકાર છો, તેને ચાલુ રાખો. તમે દેવદૂત છો, આ જન્મમાં તમને મળીને હું ધન્ય છું. હું મજબૂત નથી, હું નબળો છું, મને માફ કરશો…. આ નોટ દ્વારા પોલીસે સ્કૂલના મેનેજમેન્ટ અને હેડ મિસ્ટ્રેસ મમતા ગુપ્તા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.