4 રાજ્યોમાં જીત પછી મોદીની સ્પીચ:કહ્યું- કાર્યકર્તાઓએ વાયદો કર્યો હતો કે 10 માર્ચથી હોળી રમીશું, વાયદો પૂરો પણ કર્યો…

4 રાજ્યોમાં જીત પછી મોદીની સ્પીચ:કહ્યું- કાર્યકર્તાઓએ વાયદો કર્યો હતો કે 10 માર્ચથી હોળી રમીશું, વાયદો પૂરો પણ કર્યો…

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત પછી આજે સાંજે દિલ્હી પાર્ટી કાર્યાલયમાં જીતની ઉજવણી શરૂ થઈ ગઈ છે.. ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચી ગયા છે. આજે અહીં વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે.

અમે બે મોર્ચા પર એક સાથે કામ કરીએ છીએ:
પીએમ મોદીએ કહ્યું કે, હું બનારસનો સાંસદ છું તેથી મારા અનુભવો કહી શકુ છું. યુપીના લોકો એ વાત સમઝી ગયા છે કે, જાતિને બદનામ કરનાર લોકો, સંપ્રદાયને બદનામ કરનાર લોકોથી હવે દૂર રહેવાનું છે અને રાજ્યના વિકાસને જ પ્રથમ પ્રાથમિકતા આપવાની છે.
અહીં અમે બે મોર્ચા પર એક સાથે ઝડપથી કામ કરી રહ્યા છીએ. એક તરફ ગામ, ગરીબ, નાના ખેડૂતો અને લઘુ ઉદ્યમીના કલ્યાણની અમારા પર જવાબદારી છે. બીજી બાજુ દેશના સંસાધનો, દેશની યુવાશક્તિને નવી તક આપીને અમે આત્મનિર્ભરતાનું મિશન ઝડપી બનાવી રહ્યા છીએ.

પીએમ મોદીએ વિપક્ષ સામે આકરા પ્રહાર કર્યા:
મોદીએ કહ્યું કે, આજે અમે જોઈ રહ્યા છીએ કે જે નિષ્પક્ષ સંસ્થાઓ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરે છે, આવા લોકો અને તેમના ઈકોસિસ્ટમ, તે સંસ્થાઓને બદનામ કરવા માટે મેદાનમાં આવે છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે, કૌભાંડોથી ઘેરાયેલા લોકો એકજૂથ થઈને તેમની ઈકો સિસ્ટમની મદદથી આ સંસ્થાઓ પર દબાણ લાવે છે.
તપાસ એજન્સીઓને રોકવા માટે આ લોકો તેમની ઈકો સિસ્ટમ સાથે મલીને નવી નવી પદ્ધતિઓ શોધે છે. તેમને દેશના ન્યાયતંત્ર ઉપર પણ વિશ્વાસ નથી. પહેલાં હજારો-કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો, પછી તપાસ પણ ના થવા દો અને જો તપાસ કરાય તો તેમના પર પ્રેશર ઉભુ કરો. આ તે લોકોની પ્રવૃતિ છે.

હવે શું થવાનું છે તેનો ઈશારો મતદાતાઓએ કરી દીધું છે:
પીએમએ સંબોધનમાં કહ્યું કે, આ ચૂંટણીમાં મેં સતત દરેક વિષયમાં બીજેપીનું વિઝન લોકોની સામે રજૂ કર્યું છે. તેની સાથે મેં જે વિષય પર ચિંતા વ્યક્ત કરી હતી તે છે ઘોર પરિવારવાદ. પીએમ મોદીએ કહ્યું કે, હું કોઈ પરિવારના વિરોધમાં નથી, ના મારે કોઈની સાથે દુશ્મની છે. હું હંમેશા લોકતંત્રની ચિંતા કરુ છું.
પીએમ મોદીએ કહ્યું કે, એક દિવસ એવો ચોક્કસ આવશે કે જ્યારે દેશના લોકો જ સાથે મળીને પરિવારવાદની રાજનીતિનો સૂર્યાસ્ત કરશે. આ ચૂંટણીમાં દેશના મતદારોએ તેમની સૂઝબુઝનો પરિચય આપ્યો છે. આગળ શું થવાનું છે તેનો ઈશારો જનતાએ આપી દીધો છે.

યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી છે:
પીએમ મોદીએ તેમના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર આખી દુનિયા ઉપર જોવા મળી રહી છે. ભારત તેમાં શાંતિ ઈચ્છે છે. આ યુદ્ધથી ભારતની આર્થિક સ્થિતિ પર અસર થઈ છે. ક્રૂડ ઓઈલથી લઈને કોલસા અને ગેસ વગેરેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. યુદ્ધના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી છે.
તેમણે કહ્યું કે, દરેક મુશ્કેલીઓ વચ્ચે આ વખતના બજેટ પર નજર કરીએ તો જોવા મળશે કે દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યું છે. હું માનુ છું કે, આવા માહોલમાં ભારતની જનતાએ અને તેમાં પણ ખાસ કરીને ઉત્તરપ્રદેશે અમારી પર વિશ્વાસ દર્શાવ્યો છે.

ગુજરાતમાં બધા મને કહેતા કે, હું મારું ધ્યાન કેમ નથી રાખતો:
મોદીએ સંબોધનમાં કહ્યું કે, જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે અમુક વાર એવી ઘટનાઓ બનતી કે લોકો મને કહેતા કે, મોદીજી તમે તમારું ધ્યાન કેમ નથી રાખતા. ત્યારે હું એક જ જવાબ આપતો હતો કે કોટિ-કોટિ માતાઓનું, સ્ત્રી શક્તિનું સુરક્ષા કવચ મને મળેલું છે. ભારતની માતાઓ-દિકરીઓને નિરંતર ભાજપ પર વિશ્વાસ છે. તેમને પહેલીવાર વિશ્વાસ મળ્યો છે કે, સરકાર તેમની નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે.

10 માર્ચે હોળી રમવાનો વાયદો પૂરો થયો:
દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં પીએમ મોદીએ દરેક કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, અમારી માતાઓ-બહેનોએ જે રીતે બીજેપીને સમર્થન આપ્યું છે તે એક મોટો મેસેજ છે. તેમણે કહ્યું કે, ફર્સ્ટ વોટર્સે પણ ખૂબ સારી રીતે મતદાન આપીને બીજેપીની જીત નિશ્ચિત બનાવી છે. પીએમએ કહ્યું કે, બીજેપીના કાર્યકર્તાઓએ મને વાયદો કર્યો હતો કે હોળી 10 માર્ચથી શરૂ થઈ જશે. અને દરેક કાર્યકર્તાઓએ તેમનો વાયદો નીભાવ્યો છે. આ ઉત્સવ લોકતંત્ર માટે છે.

ગરીબોને તેમનો હક પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ:
પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ગરીબોના નામે ઘણી યોજનાઓ બની છે. પરંતુ જેમનો હક હતો તેમના સુધી તે પહોંચી નહતી. પરંતુ બીજેપીએ સુનિશ્ચિત કર્યું કે, દરેક ગરીબને તેમનો હક મળે. બીજેપી ગરીબોને વિશ્વાસ અપાવે છે કે, દરેક ગરીબ સુધી તેમનો હક પહોંચે. પીએમએ કહ્યું, હું ગરીબને તેમનો હક તેમના દરવાજા સુધી પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ.

ગરીબો-વંચિતોની કેમેસ્ટ્રી નરેન્દ્ર મોદીની સાથે: જેપી નડ્ડા:
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિજય સભામાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, યુપી અને ઉત્તરાખંડમાં પીએમ મોદી પ્રતિ જનતાનો પ્રેમ અને આશિર્વાદના કારણે ઈતિહાસ સર્જી દીધો છે. જ્યાં બીજી વાર બીજેપીની સરકાર બનશે. તેમણે કહ્યું કે, 37 વર્ષ પછી ફરી કોઈ પાર્ટીને બહુમતી સાથે જીત મળી છે. નડ્ડાએ કહ્યું કે, મણિપુરની જનતાએ પણ અમને પ્રેમ અને આશિર્વાદ આપ્યો છે. ગોવામાં અમે સતત ત્રીજી વખત સરકાર બનાવી રહ્યા છીએ. પીએમ મોદીના નેતૃત્વમાં અમે ચાર રાજ્યોમાં સરકાર બનાવીશું.

ઉત્તર પ્રદેશમાં જીતની સાથે ભાજપ ચાર રાજ્યોમાં આગળ:
ભારતીય જનતા પાર્ટી સતત બીજી વખત યુપીમાં સરકાર બનાવી રહી છે. અન્ય ત્રણ રાજ્યોના પણ રુઝાન સારા છે. દેશના પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી-માર્ચમાં મતદાન થયું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.