મહેસાણાના એજન્ટોએ 28થી 30 પરિવારને ગેરકાયદેસર મોકલ્યા અમેરિકા, વ્યક્તિદીઠ 60-65 લાખ…

મહેસાણાના એજન્ટોએ 28થી 30 પરિવારને ગેરકાયદેસર મોકલ્યા અમેરિકા, વ્યક્તિદીઠ 60-65 લાખ…

થોડા દિવસ પહેલા કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ગુજરાતી પરિવારના ચાર સભ્યો ઠંડીના કારણે મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલનારા ઈસમોની ગેંગ સામે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં આ બાબતે પોલીસે અનેક લોકોની ધરપકડ પણ કરી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ હરેશ પટેલ નામના એક ઈસમની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. આ હરેશ પટેલ દ્વારા 28થી 30 જેટલા કુટુંબોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં મોકલવામાં આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ હતું કે, હરેશ પટેલ એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયા લેતો હતો.

પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, હરેશ પટેલ અને હાર્દિક પટેલ રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનો પ્લાન કરી રહ્યો હતો. રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને આ એજન્ટે ગેરકાયદેસર રીતે પતિ-પત્ની બતાવ્યા હતા અને તેમના નામના ખોટા પૂરાવા ઉભા કર્યા હતા. ત્યારબાદ બન્નેનો ખોટો પાસપોર્ટ બનાવ્યો હતો. તો બીજી તરફ અન્ય બે બાળકોને વિદેશ મોકલવાના હોવાના કારણે રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને આ બંને બાળકોના માતા-પિતા બનાવ્યા હતા.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ બાદ એજન્ટ રજત ચાવડા ધરપકડ કરી છે. તેની સાથે નકલી ડોકયુમેન્ટ પર અમેરિકા જનારા વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા હરેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી 18 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 23 પાનકાર્ડ અને 13 ચૂંટણી કાર્ડ સહિતના અન્ય દસ્તાવેજી પુરાવાઓ કબજે કર્યા છે.

પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને કાવ્ય વિઝા કન્સલ્ટન્ટના રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા.

પોલીસે એવું પણ જણાવ્યું કે, આરોપીએ અગાઉ ગેરકાયદેસર જે લોકોને અમેરિકા મોકલ્યા છે અને એક વ્યક્તિ દીઠ 40થી 50 લાખ રૂપિયા લેવામાં આવે છે. આ ઈસમો લોકોને પહેલા યુરોપના દેશોના ટેમ્પરરી વીજા અપાવતા હતા અને ત્યાંથી મેક્સિકો લઈ જતા હતા અને ત્યાંથી અમેરિકામાં ઘૂસાડતા હતા. તો બીજી તરફ પોલીસ દ્વારા જ્યારે આ બાબતે તમામ પાસપોર્ટની તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યુ હતું કે, રાજુ પ્રજાપતિ અને રાજેન્દ્ર પટેલ નામના પાસપોર્ટમાં જે આધાર કાર્ડ રજુ કરવામાં આવ્યો હતો તેમાં એક જ નંબર હતો. આ ઉપરાંત સરનામું અને જન્મતારીખ અલગ-અલગ દર્શાવવામાં આવ્યા હતા. આરોપીએ કબૂલાત કરી હતી કે, હાર્દિક પટેલ અને હરેશ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી પાસપોર્ટ એજન્ટ છે અને તેને 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ અને વિઝા કઢાવીને વિદેશ મોકલ્યા છે.

આ ઘટનામાં પોલીસે રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલની ધરપકડ કરી છે. તેમને હરેશ અને હાર્દિકનો સંપર્ક કર્યો હતો અને બંનેના ફેમેલી ગ્રુપ તરીકે વિઝા કઢાવવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા માટે કામગીરી કરી હતી. આ બન્ને આરોપીઓએ રાજેન્દ્ર અને દામિની પટેલના ખોટા પાસપોર્ટ બનાવ્યા હતા અને વિદેશ જવા માટેના વિઝા દિલ્હીથી અપ્લાય કર્યા હતા.

પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, હરેશ પટેલ હાર્દિક પટેલ અને પાસપોર્ટ એજન્ટ રજત ચાવડા દિલ્હીના એજન્ટો સાથે નેટવર્ક ચલાવતા હતા અને જો ત્રણ લોકોના પરિવારને ગેરકાયદે અમેરિકા જવાનું હોય તો તેની પાસેથી 1.20 કરોડ રૂપિયા લેતા હતા. ત્યારબાદ આ પરિવારને નકલી ફેમિલી પાસપોર્ટ બનાવી આપીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં મોકલતા હતા. આ પરિવારને USA અને વિદેશના રેફ્યુજી કેમ્પમાંથી બહાર લાવવાની જવાબદારી પણ એજન્ટોની હતી.

પોલીસે આ ઘટનામાં મહેસાણાના રાજુ પ્રજાપતિ, મહેસાણાના હરેશ પટેલ, મહેસાણાના હાર્દિક પટેલ અને અમદાવાદના રજત ચાવડાની ધરપકડ કરી છે. આ ઘટનમાં હરેશ અને હાર્દિક બંને પિતા પુત્ર હોવાનું સામે આવ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275