બનાસકાંઠાના થરા ગામનો ખેડૂત પુત્ર મેઘ શાહ ઓલ ઇન્ડિયામાં 5માં ક્રમે, CMAનું પરિણામ જાહેર થયું…

બનાસકાંઠાના થરા ગામનો ખેડૂત પુત્ર મેઘ શાહ ઓલ ઇન્ડિયામાં 5માં ક્રમે, CMAનું પરિણામ જાહેર થયું…

અમદાવાદ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા CMAનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના મેઘકુમાર રાકેશભાઈ શાહે 484 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 5મો ક્રમાંક સાથે ટોપ કર્યું છે. મૂળ બનાસકાંઠાના થરા ગામના વતની મેઘને ભણાવવા તેના માતા 5 વર્ષથી અમદાવાદમાં રહે છે અને પિતા ગામડે ખેતી કરે છે. મેઘ ઉપરાંત કૃપા વોરા અમદાવાદમાં 2જો ક્રમાંક, સોનુ સોલંકી અમદાવાદમાં 3જો ક્રમાંક મેળવી ટોપર્સ થયા છે.

CMA દ્વારા ડિસેમ્બર 2021માં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થયું છે. જૂન મહિનામાં લેવાનારી પરીક્ષા કોરોનાના કારણે મોકૂફ રહી હતી. CMAની ફાઇનલ પરીક્ષામાં અમદાવાદના 247માંથી 37 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ડિસેમ્બર 2020માં 41.48% પરિણામ આવ્યું હતું, ચાલુ વર્ષે 14.98% પરિણામ આવ્યું છે. ગતવર્ષ કરતા 25% જેટલો પરિણામમાં ઘટાડો થયો છે જે માટે ઓનલાઇન પરીક્ષા અને પરીક્ષા માટેનું લેવલ વધારાતા પરિણામમાં ઘટાડો થયો હોવાનું અનુમાન છે.

‘થરા ગામમાં પિતા ખેતી કરે છે માતા હાઉસ વાઈફ છે’

મેઘકુમાર રાકેશભાઈ શાહે 484 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 5મો રેન્ક મેળવ્યો છે. તે જણાવે છે કે, રોજની 12 કલાકની મહેનત અભ્યાસ પાછળ કરતો હતો. થરા ગામમાં પિતા ખેતી કરે છે માતા હાઉસ વાઈફ છે પણ મને CMA બનાવવા માટે 5 વર્ષથી અમદાવાદમાં રાખે છે. પિતા દર અઠવાડિયે એકવાર મળવા આવે છે. બહેન પણ CMA છે જેથી તેના તરફથી અભ્યાસ માટે માર્ગદર્શન મળતું હતું.

‘સાસરિયા તરફથી ખૂબ સારો સપોર્ટ મળ્યો’

કૃપા ધર્મેન્દ્રભાઈ વોરા 416 માર્ક્સ સાથે અમદાવાદમાં 2જો રેન્ક મેળવ્યો છે. તે જણાવે છે કે, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી CMA કરવાનો વિચાર આવ્યો. સાસરિયા તરફથી ખૂબ સારો સપોર્ટ મળ્યો. પતિ CA છે જેમના તરફથી પણ ખૂબ મદદ મળતી હતી.

‘ભાઇનું સપનું મેં પૂરું કર્યું છે’

તો અમદાવાદમાં ત્રીજા ક્રમે આવનાર સોનુ સોલંકીએ 403 માર્કસ મેળવ્યા છે. તે કહે છે કે, મારા ભાઈ મિલનનું સપનું હતું CMA થવાનું તે ફાઇનલ પાસ કરે તે પહેલાં જ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો. તેનું સપનું મેં પૂરું કર્યું છે. રોજ 12 કલાક વાંચન કરવાથી પરિણામ મળે છે.

CMA અમદાવાદ ચેપટરના ચેરમેન મલ્હાર દલવાડી જણાવે છે કે, ગત વર્ષે અલગ અલગ સેકટરની 28 કંપનીઓ જોબ પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યુ કર્યા હતા. જેમાં 8 વિધાર્થીઓને કંપની જોબ પ્લેસમનેટ માં 22 લાખ રૂપિયાની ઓફર થઈ હતી. સરેરાશ વિધાર્થીઓને 8થી 10 લાખના પગારની ઓફર થઈ હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275