રાજસ્થાનનો આ યુવક આ એક કારણથી પગપાળા ચાલીને મુકેશ અંબાણીને મળવા માટે મુંબઈ જઈ રહ્યો છે.

આપણે બધા લોકો મુકેશ અંબાણીને તો ઓળખીએ જ છીએ, મુકેશ અંબાણીને દેશના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે, તેથી હાલમાં રાજસ્થાનનો એક યુવક પદયાત્રા કરીને મુકેશ અંબાણીને મળવા માટે નીકળ્યો હતો, આ યુવક રાજસ્થાનનો રહેવાસી હતો, આ યુવકનું નામ મનોજ વ્યાસ હતું, મનોજ વ્યાસ મુકેશ અંબાણીને મળવા માટે પગપાળા રાજસ્થાનથી નીકળ્યા હતા.
ત્યારબાદ જે સમયે મનોજ વ્યાસ કરઝણ પહોંચ્યા તે સમયે રાજસ્થાનના રહેતા લોકોએ મનોજ વ્યાસને ફુલહાર પહેરાવીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું, રાજસ્થાનના યુવાનોને બેરોજગારીના કારણે રોજગારી મેળવવા માટે બહાર જવું પડતું હતું,
તેથી રાજસ્થાનના લોકોને તેમના શહેરમાં જ રોજગારી મળી રહે અને તેમના શહેરમાં જ ઉધોગોની સ્થાપના થાય તે માટે મનોજ વ્યાસ પગપાળા મુકેશ અંબાણીને મળવા માટે નીકળી પડ્યા હતા.
મનોજ વ્યાસ જે સમયે કરઝણ પહોંચ્યા તે સમયે તેમનું ફુલહાર પહેરાવીને રાજસ્થાનના લોકોએ સ્વાગત કર્યું હતું, ત્યારબાદ મનોજ વ્યાસ કરઝણમાં રહેતા દિનેશભાઈ ગોસ્વામીના ઘરે રોકાયા હતા, તે પછી મનોજ વ્યાસ કરઝણથી મુંબઈ પગપાળા નીકળી ગયા હતા, મનોજ વ્યાસ મુકેશભાઈ અંબાણીને મળવા માટે એટલા માટે જતા હતા કે રાજસ્થાનમાં પણ ઉધોગની સ્થાપના કરો.
તો રાજસ્થાનના લોકોને પણ રોજગારી મળી રહે અને રોજગારી મેળવવા માટે બહાર જવું ના પડે. મનોજ વ્યાસ 11 માર્ચના દિવસે રાજસ્થાનના ગંગાપુરથી નીકળ્યા હતા, હાલમાં મનોજ વ્યાસ કરઝનથી મુંબઈ જવા માટે પગપાળા નીકળી ગયા હતા, આથી બધા લોકો મનોજ વ્યાસના આ કામને જોઈને તેમના બધા લોકો વખાણ કરી રહ્યા હતા.