કાબુલ માં ફસાયેલા બાળક ને બચાવવા ભારત સરકારે 30મીનીટ માં બનાવી દીધો પાસપોર્ટ અને બચાવી લીધું બાળક…

કાબુલ માં ફસાયેલા બાળક ને બચાવવા ભારત સરકારે 30મીનીટ માં બનાવી દીધો પાસપોર્ટ અને બચાવી લીધું બાળક…

ભારત અફઘાનિસ્તાનમાંથી પોતાના લાગતાં વળગતા તમામને કાઢવા માટે પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે સાંભળીને કોઇની પણ આંખોના ખૂણા ભીંજાઇ જાય.

ભારતે તાલિબાન આતંકીઓ સામે ભારતીયોના જીવ બચાવવા માટે ‘મિશન દેવી શક્તિ’ શરૂ કર્યું છે. માં દુર્ગાનાં નામ હેઠળ સરકાર દ્વારા તાલિબાનો સામે નિશસ્ત્ર અફઘાન નાગરિકોની રક્ષા માટે ભારતીય અભિયાનને આ નામ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારત દ્વારા દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે શક્ય એટલા તમામ લોકોના જીવ બચાવી શકાય. પરંતુ આ આખી પ્રક્રિયા એક પ્રોટોકોલ અને નિયમાધીન છે. હવે તાજેતરમાં જ એક ઘટના બની હતી જેમાં કાગળકામના કારણે એક માસુમના જીવ પર વાત આવીને અટકી હતી ત્યારે ભારતે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર બાળકને અફઘાનિસ્તાનથી કાઢ્યું હતું.

4 મહિનાથી પણ ઓછી ઉંમરનો માસૂમ ભારત આવ્યો.
અફઘાનિસ્તાનમાં મચેલી તબાહી વચ્ચે આઅ બધાથી તદ્દન અજાણ એવો ઇખનૂર સિંહ માત્ર ચાર મહિનાનો છે. માતા પિતાએ તેનો પાસપોર્ટ ન્હોતો બનાવ્યો. પરંતુ જ્યારે તાલિબાની આતંકીઓએ કાબુલ પર હુમલો કર્યો ત્યારે અફઘાનીઓમાં દેશ છોડવા માટે ભાગદોડ મચી ગઈ હતી. તમામ લોકો જીવ બચાવીને પોતાના ઘર છોડીને બીજા દેશ જવા લાગ્યા હતા. ઇખનૂરના માતાપિતા પણ ભારતીય અધિકારીઓ પાસે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તેમના ખોળામાં જે નાનકડું બાળક છે તેનો પાસપોર્ટ તેઓ નથી બનાવી શક્યા.

માસૂમ માટે નિયમો નેવે મૂક્યા.
ભારતીય અધિકારીઓએ કાગળ કામ કરવાની બિલકુલ ચિંતા કરી ન્હોતી અને આંતરરાષ્ટ્રીય યાત્રાના નિયમો તોડતા બાળક સાથે તેના માતા પિતાને ભારત મોકલી દીધા હતા. ઇખનુરના કાગળ ફ્લાઇટ દરમિયાન જ તૈયાર કરવામાં આવ્યા હતા અને જ્યારે હિંડન એરબેઝ પર ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે તો બધી જ ઔપચારિક્તા પૂરી થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન સંકટને ધ્યાનમાં રાખીને હીંડન એરપોર્ટ પર ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ ખોલવામાં આવી છે.

અફઘાનિસ્તાનથી આવશે બે બાળકો.
કેરપાલ સિંહ અને તેમની પત્ની ઇખનુંર સાથે ત્રણ બાળકોને લઈને રવિવારે વાયુસેનાના વિમાન C-17 દ્વારા ભારત પહોંચેલા અફઘાની જૂથમાં સામેલ હતા. હજુ બીજા બે ઇખનુર જેવા બાળકો ત્યાં છે જેને હવે ભારત લાવવાના છે. આમાંથી એક બાળકનો જન્મ 11 ઓગસ્ટે જ થયો હતો જ્યારે બીજાનો જન્મ મે મહિનામાં થયો હતો.

કિસ્મત બદલાઈ ગઈ.
ઇખનુરના પિતા કેરપાલ સિંહ આ ઘટના વિષે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે 10 દિવસ એક્દમ ખરાબ રીતે પસાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો ભારત સરકારે મદદનો હાથ લંબાવ્યો ન હોત તો અફઘાનિસ્તાનથી નીકળવું અશક્ય હતું.

GujaratPress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *