બનુઆઇના અંતિમ દર્શન માટે અનેક લોકો આવ્યા, તેમની સમાધિમાં…

બનુઆઇના અંતિમ દર્શન માટે અનેક લોકો આવ્યા, તેમની સમાધિમાં…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી આ સમગ્ર દુનિયાને એક મહાન અને દૈવીય શક્તિ ચલાવે છે તેવામાં આપણે સૌ આ શક્તિ ને ભગવાન તરીકે પુજિએ છિએ આપણે સૌ જાણીએ છિએ કે લોકો એક જ પરમ શક્તિ ને અલગ અલગ સ્વરૂપ માં પૂજે છે. આપણે ભગવાનના ઘણા એવિ વાર્તાઓ પણ જાણીએ છિએ કે જ્યાં ભગવાન માનવી ના જીવનને બહેતર બનાવવા માટે અનેક વખત આ પૃથ્વી પર આવી અને લોકોને સચો માર્ગ બતાવ્યો છે.

જો કે હાલમાં આઈ છોરુ માટે દુઃખદ સમાચાર છે. આપણે સૌ જાણીએ છિએ કે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે બિરાજમાન સોનલધામ મઢડાના પૂ. બનુઆઈ 93 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જેના કારણે જાણે દરેક આઇ છોરૂ આજે માનો ખોળો ગુમાવ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે અનેક વર્ષો થી જગત જનની માં જોગમાયા નું સાક્ષત સ્વરૂપ એવા આઈ શ્રી સોનલ મા પોતાની દિવ્યાતા થકી સમાજ અને માનવજીવનું કલ્યાણ કર્યું છે અને સમસ્ત ચારણકુલનો ઉદ્ધાર કર્યો છે. ગઢવી કુલનાં સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાં.. પાંચમા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો હતો.

હાલમાં સોનલ ધામ ના મઢડા મંદિરના પૂ. બનુઆઈના અવસાન ની માહિતી મળતા દેશ અને દુનિયા માં વસતા ચારણ સમાજમાં શોકનો માહોલ છે. અને સમાધિ પહેલા પૂ. બનુઆઈના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે મઢડા ખાતે વ્હેલી સવારથી ભક્તો ની મોટી સંખ્યામાં આવી હતી. આ સમયે બનુઆઈની પાલખી યાત્રા અને સમાધિ સમયે ભારતી બાપુ અને અન્ય સાધુ સંતો હાજર હતા. બનુઆઈને તેમના પરિવારજનો, સાંસદ રમેશભાઈ ધડુક અને આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી અને પ્રવીણ રામ ઉપરાંત લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત અનેક અગ્રણીઓએ પણ મઢડા પહોચી માં ને પુષ્પાંજલિ આપી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.