સીધા અને વ્યસન વગરના છોકરાઓને ઘણી છોકરીઓ બાયલા સમજે છે- મહેશ સવાણી…

સીધા અને વ્યસન વગરના છોકરાઓને ઘણી છોકરીઓ બાયલા સમજે છે- મહેશ સવાણી…

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ હત્યા બાદ સમગ્ર રાજ્યમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં જાણીતા ઉદ્યોગપતિ અને નેતા મહેશ સવાણીએ પણ આ ઘટના અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મહેશ સવાણીએ તેમના ફેસબુક પેજ પર આકરા શબ્દોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

મહેશ સવાણીએ કહ્યું : શહેરોમાં સ્પા, સ્મોકિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે તે બધાને ખબર છે. હવે કપલ બોક્ષ આવ્યા. જો તેઓ પતિ-પત્ની છે તો શું ઘરે બેડરૂમ નથી? અને જો તેઓ પતિ-પત્ની નથી જ તો તેઓને આવી સગવડતા આપીને શું કામ સમાજનું અધઃપતન કરો છો.

સીધા સાદા વ્યસન વગરનાં, જરુર પુરતું બોલનારા, સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધી નહીં તો પણ‌ ઘણી છોકરીઓ બાયલા સમજે છે. જ્યારે વ્યસનોના બંધાણી, બેફામ ખર્ચ કરી પૈસા ઉડાવી દેનારા, ખોટો દેખાડો કરનારા, હીરોગીરી કરતાં, ટપોરી ટાઈપના છોકરાઓ. ઘણી છોકરીઓના આદર્શ છે.

સોશ્યલ મીડિયામાં ચિત્ર : વિચિત્ર વિડિયો, ફોટાઓ જોઈને વડીલો મનમાં મુંઝાઇ રહ્યા છે. તેઓને કોઈ કહેવાની હિંમત કરતું નથી એટલે જ ઘણા છોકરાઓના માનસ વિકૃત બની રહ્યા છે. તેઓ હિંસક અને આક્રમક બની રહ્યાં છે.

સમાજ ક્યાં રસ્તે જઈ રહ્યો છે ? બધાને ખબર છે . પણ કોઈ બોલતું નથી , બોલે છે તો સામે વાળા સાંભળતા નથી. હવે વધારે વાર નથી, ખુબ ઓછા સમયમાં આપણે આપણી આજુબાજુ એવી ઘટનાઓ જોશું. જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય.

વડિલો, શિક્ષકો, બુધ્ધીજીવીઓ, સમાજ સુધારકો ભિષ્મ પિતામહ ની જેમ ખુલ્લી આંખે સમાજનું વસ્ત્રાહરણ જોઈ રહ્યા છે. તો વળી કોઈએ આંખો બંધ કરી લીધી છે‌. સૌ લાચાર છે. કારણકે તેઓ શિખામણ આપવા જાય તો તેઓને જુની પેઢીના, ગમાર, અભણ નું લેબલ લાગી જાય છે. અપમાન કરી હડધુત કરવામાં આવે છે.

બધાને સત્ય ૧૦૦ ટકા સમજાશે પણ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હશે , પાછું વળવું અશક્ય હશે કારણકે સમય પાસે રિવર્સ ચાવી નથી. અત્યારથી જ સમજી જાવ તો સારું છે બાકી આવનારો સમય એવી થપ્પડ મારશે કે તમ્મર આવી જશે. ભગવાન સૌને સદબુદ્ધિ આપે!

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275