કાગવાડમાં આવેલા ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરવા તો ઘણા ભક્તો ગયા હશે પણ ત્યાંની આ વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય…

દેશમાં મિત્રો ઘણા બધા દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં શ્રદ્ધારુઓ દર્શન કરવા માટે ઘણે દૂરથી આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરીને તેમની બધી જ ઈચ્છાઓ પુરી કરતા હોય છે. એવા જ કાગવાડમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર વિષે વાત કરીશું.
કાગવાડમાં આવેલા ખોડિયાર માતાને લેઉઆ પટેલ સમાજના કુળદેવી માનવામાં આવે છે. આથી લેઉઆ પટેલ સમાજના લોકોએ કાગવડ ખાતે ખોડિયાર માતાનું મોટું મંદિર બનાવ્યું હતું. આ ખોડિયાર માતાના મંદિરની 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોરાઈ અને 153 ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેથી કાગવાડમાં આવેલા માં ખોડિયારના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે.
કાગવાડમાં આવેલા મંદિરમાં ખોડિયાર માતાની મૂર્તિ સાથે બીજા ચૌદ દેવી દેવતાઓની મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવી છે. તેથી આ મંદિરમાં ભક્તો ખોડિયાર માતાના દર્શનની સાથે મંદિરમાં બીજા બિરાજમાન દેવી દેવતાઓના પણ દર્શન કરતા હોય છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.
તેથી કાગવાડમાં આવેલા ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો હજારોની સંખ્યામાં આવતા હોય છે અને તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો ખોડિયાર માતા દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે.