મંત્રીપદ માટે ફોન આવવાના થયા શરુ, આટલા લોકોને આવ્યા ફોન, આ લોકો પામશે ગુજરાતના નવા મંત્રી મંડળમાં સ્થાન…

મંત્રીપદ માટે ફોન આવવાના થયા શરુ, આટલા લોકોને આવ્યા ફોન, આ લોકો પામશે ગુજરાતના નવા મંત્રી મંડળમાં સ્થાન…

આજે મંત્રીમંડળની જાહેરાત સાથે બપોરે 1:30 શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે હવે ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવવાના શરૂ થયા છે.

આ ધારાસભ્યોને ફોન આવઇ ગયા હોવાથી તેમનું મંત્રીપદ માટે સ્થાન નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે:

રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય, જીતુ વાઘાણી ભાવનગર, મનીષા વકીલ વડોદરા શહેર, દેવાભાઇ માલમ કેશોદ, જેવી કાકડીયા ધારી, જગદીશ પંચાલ નિકોલ, ગજેન્દ્ર સિંહ પરમાર પ્રાંતીજ, પ્રદિપ પરમાર અસારવા, નિમિષા સુથાર મોરવાહડફ, નિમાબેન આચાર્ય ભુજ, રાજેન્દ્ર ત્રિવેદી રાવપુરા, કુબેર ડિંડોર સંતરામપુર, હર્ષ સંઘવી મજૂરા, નરેશ પટેલ ગણદેવી, કિરિટસિંહ રાણાં લિંબડી, અરવિંદ રૈયાણી રાજકોટ દક્ષિણ, કનુ દેસાઇ પારડી, ઋષિકેશ પટેલ વિસનગર, બ્રિજેશ મેરજા મોરબી, કિર્તી સિંહ વાઘેલા કાંકરેજ, મુકેશ પટેલ ઓલપાડ,
આર.સી મકવાણાં, MLA, મહુવા
જીતુ ચૌધરી કપરાડા.

અમદાવાદ એનેક્ષીમાં ભાજપની બંધબારણે મહત્વની બેઠક યોજાયા બાદ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ વચ્ચે નવા મંત્રીઓના નામને લઈને છેલ્લી ઘડીનું મંથન કરવામાં આવ્યું જે બાદ જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો ફોન

ભાજપ વિવાદો વચ્ચે અગાઉથી ધારાસભ્યોને કોલ કરવાનું ટાળવામાં આવ્યું હતું, શપથવિધીના બે કલાક પહેલા ઝોન મુજબ ધારાસભ્યોને ફોન કરવાની જવાબદારી વિજય રૂપાણી, નીતિન પટેલ, સી.આર.પાટીલને સોંપવામાં આવી હતી કટેલાક ધારાસભ્યો રાત્રિથી જ ફોન આવવાની રાહ જોઈ રહ્યા છે.

મહત્વનું છે કે આજે શપથ સમારોહ યોજાનાર છે ત્યારે ભાજપના ધારાસભ્યો MLA કવાર્ટરમાં હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે તો બીજી તરફ મોવડીમંડળના નિર્ણયને પગલે ધારાસભ્યો પણ ભીંસમાં આવી ગયા છે. સતત ત્રણ દિવસથી ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા છે તેમજ ધારાસભ્યોએ હાલ પોતાના મતવિસ્તારનો પ્રવાસ અટકાવી દીધો છે તો તમામ ધારાસભ્યો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે તેવામાં ધારાસભ્ય કેશુ નાકરાણી અને પિયુષ દેસાઈનું નિવેદન આપતા જણાવ્યું કે પક્ષમાં કોઈ આંતરિક કકળાટ નથી અને પક્ષ જે જવાબદારી સોંપે તે નિભાવીશું મહત્વનું છે કે નવા મંત્રીઓના શપથ સમારોહ પહેલા કટેલાક મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે જેથી તેમના સમર્થકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ધારાસભ્યોનું મંત્રીઓનું મંત્રી પદ જશે તેવાં સંકેત મળતા જ નેતાઓના સમર્થકોમાં નારાજી અને વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાવવા માટે તેમના સમર્થકો તેમજ કોળી સમાજ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર પણ લખવામાં આવ્યો છે. આ તરફ મંત્રી જવાહર ચાવડાના સમાજના લોકો પણ સોશિયલ મીડિયા ગૃપમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. જો કે હવે મંત્રી મંડળની જાહેરાત બાદ આ વિરોધ કેવી સ્વરૂપ ધારણ કરે છે તે તો આવનારો સમય જ કહેશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *