મંત્રીમંડળમાં બે મહિલાઓનો પણ થાય છે સમાવેશ, જાણો કોણ છે આ ધારાસભ્ય…

મંત્રીમંડળમાં બે મહિલાઓનો પણ થાય છે સમાવેશ, જાણો કોણ છે આ ધારાસભ્ય…

ગુજરાતની રાજનીતીના દિગ્ગજોએ છેક દિલ્લી સુધી પોતાનું જોર લગાવ્યુ પરંતુ આખરે ઘાર્યુ તો ધણીનું જ થયુ છે. હાઈપ્રોફાઈલ ખેંચતાણના અંતે ભલભલા દિગ્ગજો કપાઈ ગયા. પરંતુ મધ્ય ગુજરાતની બે મહીલા ધારાસભ્યોની પસંદગીએ સૌને ચોકાવી દીધા.બંન્ને મહીલાઓ અનામત કક્ષામાંથી આવે છે. મનિષા વકીલ અનુસૂચિત સમાજમાંથી તો નિમીષા સુથાર અનુસુચિત જનજાતિ સમાજમાંથી આવે છે. નવા 24 મંત્રીઓમાંથી માત્ર બે જ મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે.આમ માત્ર બે મહિલા મંત્રીના જોરે અડધી આબાદીના મત અંકે કરવાનું ગણિત ભાજપ હાઈકમાન્ડે રાખ્યું છે.જો કે સફળતા કેટલી મળે છે તે તો સમય જ બતાવશે.

દરેક સમાજને સામાવાનો પ્રયત્ન કર્યો છે.
વાત કરીએ તો મહિલા ધારાસભ્યોની તો વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ સતત બીજી ટર્મ ચૂંટાઈ આવ્યા છે.તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે તથા વ્યવસાયે વકીલ છે.તેઓ ભાજપનો દલિત ચહેરો છે.અને તેમની શહેરી મતદાતાઓ અને યુવા મતદારો પર સારી એવી પકડ છે.તો બીજી તરફ નિમિષા સુથારની વાત કરી એ તો તેઓ પણ ભાજપનો યુવા ચહેરો છે.તેઓની કારકિર્દી પાયાના કાર્યકરથી શરૂ થઈ છે.તેમનો આદિવાસી સમાજની મહિલાઓ તથા યુવાઓમાં સારો એવો પ્રભાવ છે.આમ આદિવાસી સમાજ અને અનુસૂચિત સમાજની મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન આપી ભૂપેન્દ્ર પટેલે મહિલા, અનુસૂચિત સમાજ અને આદિવાસી સમાજને સાંધવાનો પૂરેપૂરો પ્રયર્તન કર્યો છે.

નવા મંત્રીઓ કેટલું ભણેલા છે.
નોંધનીય છે કે આજે 24 ધારાસભ્યો હવે નવા મંત્રીઓ બન્યા છે ત્યારે આખા મંત્રીમંડળમાં કુબેર ડીંડોર સૌથી વધારે ભણેલા છે જેમણે PhD કરેલ છે. બધા મંત્રીઓમાં કુલ ચાર એવા મંત્રી છે જેમણે LLB કરેલું છે જ્યારે ત્રણ મંત્રીઓ બીકોમ પાસ છે. મંત્રીઓમાં સૌથી ઓછું ભણેલા દેવાભાઈ માલમ છે જે ચાર ધોરણ પાસ છે.

આ લોકો પાસે કેટલી સંપત્તિ છે.
મોટા ભાગનાં મંત્રીઓ કરોડપતિ હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે અર્જુન સિંહ ચૌહાણ પાસે 12.57 લાખની મિલકત છે જે સૌથી ઓછી છે. 14.75 કરોડ સંપત્તિ ધરાવતા જગદીશ પંચાલ જે રાજ્યકક્ષાનાં મંત્રી છે તેમની પાસે સૌથી વધારે સંપત્તિ છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *