આઠ કિલો વજનના સોના ચાંદીના ઘરેણા પહેરતા ગોલ્ડન બાબા ગૂમ, પોલીસની ઉંઘ હરામ

આઠ કિલો વજનના સોના ચાંદીના ઘરેણા પહેરતા ગોલ્ડન બાબા ગૂમ, પોલીસની ઉંઘ હરામ

આઠ કિલો વજનના સોના અને ચાંદીના ઘરેણા પહેરીને ફરતા ગોલ્ડન બાબા ગુમ થયા બાદ હવે પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે.

કાનપુરના રહેવાસી અને ગોલ્ડન બાબાના નામથી જાણીતા મનોજ સેંગર સોમવારે સવારે ભગવુ વસ્ત્ર પહેરીને ઘરેથી નિકળ્યા હતા.જોકે તેઓ સોના અને ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ઘરે છોડીને ગયા હતા.પોલીસ હવે તેના પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.

ગોલ્ડનબાબાના પરિવારજનોએ કહ્યુ હતુ કે, મનોજ સેંગર મંગળવારે સવારે ઉઠયા હતા અને એ પછી પૂજા કરીને નિકળી ગયા હતા.કલાકો સુધી તેઓ પાછા નહીં ફરતા પરિવારજનોએ તપાસ શરુ કરી હતી.

દરમિયાન પોલીસ હવે સીસીટીવી ફૂટેજને પણ ચેક કરી રહી છે.પરિવારજનોના કહેવા પ્રમાણે ગોલ્ડનબાબા ઘરે જ દાગીના ઉતારીને ગયા છે.તેનો મતલબ છે કે, તેઓ જાણી જોઈને કયાંક ઘયા છે.તેઓ સીસીટીવીમાં ઘરેથી નિકળીને ડાબી બાજુ વળ્યા હતા.આ રુટ પર બીજા સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી તેમનો કૃષ્ણ ભક્તિ તરફ ઝુકાવ વધી ગયો હતો અને કદાચ ભક્તિમાં લીન હોવાથી તેઓ જતા તો નથી રહ્યાને તે અંગે પણ તપાસ થઈ રહી છે.તેમનો મોબાઈલ ઘરે હોવાથી તેમને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.