ચીનમાં મોટી વિમાન દુર્ઘટના, ચીનનું બોઈંગ 737 વિમાન ક્રેશ, 133 મુસાફરો હતા, પહાડોની વચ્ચે ક્રેશ થયું, અનેક મુસાફરોના મૃત્યુ થયા હોવાની આશંકા…

ચીનમાં સોમવારે બપોરે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. 133 મુસાફરોને લઈને જતું ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર જેટ ગ્વાંગસીમાં ક્રેશ થયું છે. જે પહાડોની વચ્ચે આ વિમાન ક્રેશ થયું હતું, ત્યાંની કેટલીક તસવીરો સામે આવી છે. તે ટેકરીમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોની સંખ્યા હજુ સુધી જાણી શકાય નથી. ફ્લાઇટ રિપ્લે મુજબ, પ્લેન બે મિનિટથી પણ ઓછા સમયમાં 30,000 ફૂટ નીચે પડી ગયું હતું.
ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. ઘટના સમયે પ્લેનમાં કુલ 133 મુસાફરો હતો. ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો બચ્યા છે તે વિશે હજી કોઈ માહિતી મળી નથી. અહેવાલો અનુસાર, મુસાફરોને લઈ જતું વિમાન બોઈંગ 737 મોડલનું છે. આ મોડલના વિમાન પહેલા પણ અનેકવાર અકસ્માતનો ભોગ બન્યા છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ કુમીંગથી ગંગઝોઉ તરફ જતું હતું. ગંગઝોઉ વિસ્તારમાં જ આ ર્દુઘટના બની છે. એરક્રાફ્ટ ક્રેશ થયા પછી પહાડોની વચ્ચે આગ લાગી હતી.
We are following multiple unconfirmed reports about a possible accident involving China Eastern Airlines flight #MU5735 a Boeing 737-89P (B-1791) en route from Kunming to Guanghzou, China. pic.twitter.com/d8MhU7mZPv
— Aviation Safety Network (ASN) (@AviationSafety) March 21, 2022
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાના કારણે પહાડ પર આગ લાગી હતી. હાલમાં, અધિકારીઓએ ઘટનાસ્થળે બચાવ ટીમ મોકલી છે. રાહત કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી અકસ્માતનું કારણ બહાર આવ્યું નથી. વિમાન દુર્ઘટનાનું કારણ જાણવા માટે, બ્લેક બોક્સને પ્રાપ્ત કરવું જરૂરી છે, જેની ઝડપથી શોધ કરવામાં આવી રહી છે.
વિમાન સાડા છ વર્ષથી એરલાઈન્સમાં હતું
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, વિમાને કુનમિંગ ચાંગશુઈ એરપોર્ટથી બપોરે 1.15 કલાકે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટ ગુઆંગઝોઉમાં 3 વાગ્યે પહોંચવાની હતી. અકસ્માતનો ભોગ બનેલી બોઇંગ સાડા છ વર્ષથી એરલાઇનમાં કાર્યરત હતી. આ અકસ્માત અંગે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
ગયા વર્ષે વિશ્વની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની હતી
વર્ષ 2021 માં વિશ્વભરની એરલાઇન્સમાં 15 જીવલેણ અકસ્માતો થયા હતા. જેમાં કુલ 134 લોકોમાં મોત થયા છે. 12 મહિનામાં સૌથી મોટો અકસ્માત શ્રીવિજય એર બોઇંગ 737-500નો હતો. જે ઈન્ડોનેશિયામાં ક્રેશ થયું હતું. 9 જાન્યુઆરી 2021ના રોજ થયેલા અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા હતા.