કાનમાં જામી ગયેલો મેલ માત્ર પાંચ જ મિનિટમાં થઈ જશે દૂર, અપનાવી લો આ એકદમ સરળ ઉપાય…

કાનમાં જામી ગયેલો મેલ માત્ર પાંચ જ મિનિટમાં થઈ જશે દૂર, અપનાવી લો આ એકદમ સરળ ઉપાય…

આપણે રોજ નાહીએ છીએ મહિનામાં એક વખત વાળ પણ કપાવીએ છીએ અઠવાડિયામાં એક વખત નખ પણ કાપીએ છીએ પણ હમેશા આપણે કાનને સાફ કરવાનું ભૂલી જઈએ છીએ કે પછી એમ કહો કે તમને કાન સાફ કરવાની સાચી રીત નથી જાણતા આજે અમે તમને તે જણાવવાના છીએ. તમારા કાન તમારા શરીર નું ખુબ જરૂરી અંગ છે.તમારા કાનની સમયસર સફાઈ ખુબ જ જરૂરી છે.આવું ન કરવાથી કાનમાં ખંજવાળ બળતરા કે ઇન્ફેકશન થવાનો ભય રહેતો હોય છે.કાનનો મેલ સાફ ન કરવાથી બહેરાશ નો ડર પણ રહેતો હોય છે.

પરંતુ એ પણ સાચું કે માણસ એ પોતાના દેહ સાથે પોતાના કર્ણ ને પણ ચોખ્ખા રાખવા જોઈએ.માનવ તેનુ સરીર તો ચોખ્ખુરખે પણ કર્ણ મા ઘ્યાન આપતા નથી. જુદીજુદી પદ્ધતિ થી તેની સફાઈ કરવા મા આવે છે.કર્ણ મા મેલ ના કારણે અનેક રોગો ને આમંત્રણ આપવા મા આવે છે. આમ ધીમે ધીમે કર્ણ નો દુખાવો ઘર કરી જાય છે.વધારે ગંદકી જામ થવા ને કારણે માનવ ને સાંભળવા મા પણ સમસ્યા થવા લાગે છે.હવે આપણે જાણી એ કે કર્ણ ને સાફ કઈ રીતે કરવા.વધારે ખર્ચા વગર યોગ્ય સફાઈ થાય.

ઘણા લોકો કાનને સાફ કરવા માટે સેફટી પીન નાખતા હોય છે જે ખુબ જ ઘાતક બની શકે છે જેનાથી કાનના પડદા તૂટી જઈ શકે છે.તમે ભૂલથી પણ કાનમાં સેફટી પીન ન નાખશો.આજની પોસ્ટમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે સરળતાથી તમારા કાનનો મેલ સાફ કરી શકો છે.કાન આપણા શરીરનું એક ખુબ જ સંવેદનશીલ અંગ છે. તેની સાથે એવું ન કરશો કે તમારે લેવા નાં દેવા થઇ જાય. કાનમાં મેલ જામી જવાનું કે ખંજવાળ આવવી એક સામાન્ય વાત છે. તેને ઈયર વૈકસ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે સાચું છે કે ઘણા ઘરેલું ઉપાયોથી સાવધાની રાખીને ફોતરીને સાફ કરી શકાય છે પણ તે કામ કાળજીપૂર્વક કરવું જરૂરી છે.

જો ફોતરી ખુબ કડક થઈને જામી ગઈ હોય તો બહેતર છે કે તેને કઢાવવા તમે ડોક્ટર પાસે જ જાવ.કાનને લઈને કોઈપણ જાતનું જોખમ લેવું ભારે પડી શકે છે.કાનની ફોતરીને cerumen ના નામથી પણ ઓળખવામાં આવે છે.તે જેલ જેવો લુબ્રીકેટ હોય છે.તે ઉપરાંત તેમાં ફૈટ અને ઝીણા વાળ પણ જોડાયેલા હોય છે.આમ તો ઈયર વૈકસ કાનની સુરક્ષા માટે હોય છે પણ જયારે તે ખુબ વધુ જામી જાય છે કે તેનાથી સાંભળવાનું ઓછું થઇ જાય છે.ઘણી વખત તેના કારણે કાનના રોગ અને સંક્રમણ નો પણ ભય ઉભો થાય છે.તે ઈયરડ્રમ ને પણ બ્લોક કરી દે છે.ઈયરફોન જેવા સાધનો નો ઉપયોગ કરવો અને વારંવાર ઈયરબડ નો ઉપયોગ કરવાથી કાનની ફોતરી અંદરની તરફ વધુ જમા થઇ જાય છે. તેના લીધે ઘણી જાતની સમસ્યાઓ થઇ શકે છે.કાન સાફ કરવાના ઉપાયો જાણો.

પહેલી રીત.નાના બાળકો માટે વાપરવા મા આવતા તેલ ની મદદ થી કર્ણ ની સફાઈ કરો. બાળક ના તેલ ની અમુક બુંદ ને કર્ણ મા નાખી રૂ લગાવવુ. જેના થી માનવી ના કર્ણ મા રહેલ નેલ નરમ પડી જાય છે અને જેને સરળતા થી દુર કરી શકાય છે.

બીજી રીત.સૌપ્રથમ અડ્ધો કપ પાણી ઉકાળો અને તેમા થોડુ નમક નાખો. આ પાણી મા રૂ ના પુમડા ને ઝબોળી ને તે પાણી કર્ણ મા નાખો. એક વાત નો ખ્યાલ રાખવો કે આ પાણી કર્ણ મા જાય. અને એક બાજુ વળી ને બધુ પાણી બહાર કાઢો.

ત્રીજી રીત.ઓલીવ નુ તેલ કર્ણ ના મેલ ને દુર કરવા માટે વાપરી શકાય. આ રીત અપનાવવા માટે ઊંઘતા પહેલા અમુક બુંદો ને કર્ણ મા નાખો. થોડા થોડા સમયે આ પ્રક્રિયા કરવી. જેથી કર્ણ મા રહેલ ગંદકી નરમ પડે છે જેથી તે સરળતા થી દુર કરી કરી શકાય છે.

ચોથી રીત.આ રીત નો વપરાશ સ્નાન કરતી વેળા એ કરવો. આ માટે વ્યક્તિ એ માત્ર કર્ણ મા હુફાળુ જળ નાખવુ. સ્નાન કર્યા બાદ ભીના ટોવેલ ની મદદ થી લુછો. આ રીત સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.

પાંચમી રીત.જળ તેમજ હાઈડ્રોજન પેરોક્સાઈડ ને સમાન માત્રા મા બૂંદો કર્ણ મા નાખો. કર્ણ મા આ જળ ને નાખો અને બાદ મા કર્ણ ને બીજી તરફ નમાવો. આમ કરવા થી તમામ જળ બહાર આવી જશે. ૩ ટકા થી વધુ પ્રમાણ મા હાઈડ્રોજન પેરોકસાઈડ ન હોવુ જોઈએ.

છઠી રીત.ગરમ પાણી પાણીને હળવું હુંફાળું થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યાર પછી ઈયરબડની મદદથી પોતાના કાનમાં થોડું થોડું ગરમ પાણી નાખો. ગરમ પાણી તમારા કાનના મેલને સાફ કરે છે. ત્યાર પછી કાનને નમાવીને ગરમ પાણી કાનમાંથી કાઢી લો. તે કાનનો મેલ સાફ કરવા માટે ખુબ સરળ રીત છે.

સાતમી રીત.આદુ અને લીંબુનો રસ. આદુના રસમાં લીંબુનો રસ ભેળવી લો. હવે આ મિશ્રણને ઈયરબડ ઉપર લગાવીને કાનમાં ફેરવો. આવું કરવાથી તમારા કાનનું (PH,) લેવલ જળવાય રહે છે. તે તમારા કાનને સંપૂર્ણ સાફ કરવાની ખુબ સરળ રીત છે.

આઠમી રીત.બદામ અને સરસીયાનું તેલ : બદામના તેલની જેમ સરસીયાના તેલને ઉપયોગમાં લઇ શકાય છે. પણ સરસીયાના તેલની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. તેલના ઉપયોગથી ફોતરી નરમ પડી જાય છે અને સરતાથી બહાર નીકળી જાય છે.

નવમી રીત.બેકિંગ સોડા ને પાણી માં વ્યવસ્થિત રીતે મિક્સ કરો. ત્યાર બાદ મેલ વાળા કાન માં તેના થોડાક ટીપા ડ્રોપર ની મદદ થી નાખવા. કાનમાં ટીપા નાખ્યા પછી થોડીક મિનીટ માટે માથું એક જ બાજુ નમાવી ને રાખવું. કારણ કે આમ કરવા થી મેલ વ્યવસ્થિત રીતે પલળી જાય અને જયારે મેલ નરમ થઇ ને બહાર આવી જાય પછી કોટન ના એકદમ નરમ કપડા થી કાન સાફ કરી લેવો.

દશમી.રીત.લસણની કળી લસણની કળીને લઈને વાટી લો હવે આ મિશ્રણને કપડામાં લપેટીને કાન પર રાખો. આશરે અડધો કલાક આ કપડાને કાન પર રાખી મુકો. પછી તેને હટાવી લો. આમ કરવાથી થોડા સમય પછી તમારા કાનનો દુખાવો ગાયબ થઇ જશે.લસણની કળીઓને કોઈ કઠોર વસ્તુથી દબાવીને મસળી લો, અને તેમાંથી રસ કાઢી કાનમાં નાખો.આ પ્રોસેસ કરવાથી કાનના દુખાવાની સાથે સાથે તેમાં લાગેલું ઇન્ફેક્શન પણ દૂર થઇ જશે.મહેરબાની કરી ધ્યાનમાં રાખશો.ઘણા લોકો એવા હોય છે કે કાનમાં કંઈપણ નાખી દેતા હોય છે જેમ કે હેયરપીન, માચીસની સળી, સેફટી પીન આમ કરવું કાન માટે ખતરનાક બની શકે છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.