મહેશ સવાણી હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, દીકરીને ભેટી પડ્યા, વીડિયો જોઈ તમે પણ રડી પડશો…

મહેશ સવાણી હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, દીકરીને ભેટી પડ્યા, વીડિયો જોઈ તમે પણ રડી પડશો…

આપણે ત્યાં એવું કહેવાય છે કે, માતાને વહાલો દીકરો હોય છે. જ્યારે પિતાને દીકરા કરતા પણ દીકરી સૌથી વધુ વહાલી હોય છે. કારણ કે, દીકરી સાસરે જાય તો પણ તે હંમેશા પોતાના માતા-પિતાને યાદ કરતી રહે છે. તેઓને દુખી જોઈને દીકરી પણ દુખી-દુખી થઈ જતી હોય છે. પરંતુ જ્યારે હજારો દીકરીઓના પિતા મૃત્યુને મહાત આપી હેમખેમ ઘરે પરત પહોંચે ત્યારે..? ઘરના અન્ય કોઈ સભ્યોની આંખોમાં આસું આવે કે ન આવે.. પરંતુ એક દીકરી પોતાના બાપને જીવીત જોય એટલે તેની ચિંતાનો કોઈ પાર જ ન રહે.

આવા જ ભાવુક દ્રશ્યો સુરતના જાણીતા ઉદ્યોગકાર અને હજારો દીકરીઓના પિતા તરીકે ઓળખાતા પી.પી.સવાણીના ઘરે જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા જ મહેશભાઈ સવાણીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. અનેક દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જ્યારે મહેશભાઈ સાજા થઈ ગયા અને પોતાના ઘરે પરત પહોંચ્યા તો તેમની દીકરી પિતાને જોઈને તેમને ભેટી પડી. અને તેની આંખોમાંથી આસું સરી પડ્યા.

જોકે જે વ્યક્તિએ હજારો દીકરીઓને સાસરે વડાવી તે વ્યક્તિ પોતાની દીકરીને રડતી જોઈને ભાંગી પડે તેવું ન થયું. કારણ કે, મહેશભાઈ જાણતા હતા કે, તેઓની આંખોમાં એકપણ આસુંડું આવ્યું તો દીકરી ભાંગી પડશે. જેથી તેમણે પોતાની આંખોમાં આસું ન આવવા દીધા અને દીકરીના માથા પર હાથ ફેરવીને તેને છાની રાખી.

આપને જણાવી દઈએ કે, પી.પી.સવાણી દર વર્ષે અનેક દીકરીઓના સમૂબ લગ્ન કરાવે છે. અને તેમના લગ્નનો અને કરિયાવરનો ખર્ચો પણ પોતેન જ ઉપાડે છે. અને ત્યારે જ આ હજારો દીકરીઓનો પ્રેમ જોઈને ભગવાન પણ તેમને તેનાથી દૂર ન કરી શક્યો. જો તમે પણ મહેશભાઈ સવાણીના આ કાર્યથી ખુશ છો. તો એક વખત કમેન્ટમાં તમારો મત જણાવજો. અને સ્ટોરીને શેર કરજો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.