માં ખોડિયારના આ મંદિરમાં દર્શન કરવાથી જ નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે, હાજરા હજૂર બિરાજમાન છે.

આપણા દેશમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને ભગવાન પાસેથી આર્શીવાદ પણ મેળવતા હોય છે, આજે આપણે એક તેવા જ પ્રાચીન ભગવાનના મંદિર વિષે વાત કરીશું. આ ખોડિયાર માતાનું મંદિર બોટાદ જિલ્લામાં આવેલું છે. ઘણા ભક્તો માં ખોડિયાર વિષે જાણતા નહીં હોય.
આજે આપણે તેમના મંદિર વિષે વાત કરીશું, આ મંદિરમાં માં ખોડિયારના દર્શન કરવા માટે ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા દરેક દુઃખો દૂર કરતા હોય છે, તેથી દરેક ભક્તો માટે માં ખોડિયારનું મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. માં ખોડિયારના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો માં ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું.
માં ખોડલને બીજી છ બહેનો હતી, આ મંદિરની કથા અનુસાર જાણવા મળ્યું હતું કે મૂળ ભાવનગરના ચારણ કન્યા માં ખોડિયારના પિતાને કોઈ સંતાન ન હતું તેથી લોકો તેમને વાંઝિયાના મેણાં મારતાં હતા.
તેથી તેમના મિત્ર શીલાદિત્ય સાથેની મિત્રતા પણ તૂટી ગઈ હતી. ત્યારબાદ મામડિયાએ ભક્તિ કરવાની શરૂ કરી અને મામડિયાની ભક્તિ જોઈને ભગવાન શિવજી પ્રસન્ન થયા અને મામડિયાને વરદાન આપ્યું અને કહ્યું તારા ઘરે સાત દીકરીઓ અને એક દીકરાનો જન્મ થશે.
ત્યારબાદ શિવજીના વરદાનથી મામડિયાના ઘરે સાત દીકરીઓ અને એક પુત્રનો જન્મ થયો હતો. માં ખોડલ બાળપણથી જ તેજસ્વી હતા, તેમની એક ઘટના સામે આવી ત્યાર પછી દરેક લોકો તેમને માં ખોડિયાર તરીકે પૂજતા હતા.
તેથી આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે, આ મંદિરમાં માનતા માનવાથી નિઃસંતાન દંપતીના ઘરે પણ પારણાં બંધાય છે. તેથી મોટી સંખ્યામાં ભક્તો માનતા માનવા અને માં ખોડિયારના દર્શન કરવા માટે આવતા હોય છે.