મા બાળપણમાં મૃત્યું પામી, પિતાએ ઉછેર કર્યો,પણ સાસરીએ જતા એવું થયું કે, દીકરી બોલી મા..તું હોત તો આજે મારે..

સમય-સાથે બધું બદલાય જાય છે. આવું આપણે સાંભળીએ છીએ. પરંતુ આજના સમયમાં પણ લોકોની માનસિક્તા નથી દબલાતી, આવી જ કહાની આ છે. જેમાં દીકરી વીનું સાસરે ગઈ અને એક દીવસ એવું થયું કે, તે બોલી ઉઠી કે, માં આજે તું હોત તો મારી સાથે આવું ન થયું હોત.
રમેશભાઈ અને સવિતા બેનના પ્રેમ લગ્ન થયા હતા. બંને વચ્ચે પ્રેમ એટલો હતો કે, તેમની ચર્ચા દરેકના મુખમાં રહેતી. તેવામાં તેમના ઘરમાં લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થયો. જેનું નામ વનીતા રાખ્યું. પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ વનીતાના આગમનની ખુશી જાજો સમય ન રહીં. કારણ કે, તેના જન્મના 10 જ દિવસમાં સવિતા બેનનું હાર્ટ અટેકના કારણે મૃત્યું થયું. પરિવારમાં માતમ છવાઈ ગયો. લોકો સવિતા બેનના મૃત્યુ પાછળ વનીતાને કોષિ રહ્યા હતા. પરંતુ પિતા માટે હવે દીકરી જ સહારો હતી. કારણ કે, તે સવિતાબેન વીના બીજા કોઈ જોડે લગ્ન કરવા નહોતા માગતા.
તેમના મક્કમ મન અને ઈરાદાઓ વચ્ચે સમાજનું કાંઈ ન ચાલ્યું દીકરી પણ ધીમે-ધીમે મોટી થવા લાગી, 10 પુરુ કર્યું 12મું પુરુ કર્યું. કોલેજ સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. દીકરી ભણવામાં હોંશિયાર હતી એટલે રમેશભાઈએ તેને ક્યારેય ઘરનું કામ કરવા નહોતું દીધું. પરંતુ કહેવાય છેને કે, ક્યારેક ભાગ્યમાં દુખ લખાયેલું હોય તો આપણી લાખ કોશિશ છતાં તે આવીને રહે છે.
વનીતા મોટી થઈ એટલે તેના લગ્નની વાત આવી. રમેશભાઈએ સારું ઘર જોઈ તેનાં હોંશેહોંશે લગ્ન કરાવ્યા. થાડા સમય સુધી વનીતાનો સંસાર સારી રીતે ચાલ્યો. પિતાને ત્યાં કોઈ કામ કર્યું નહોતું તેવામાં તેને રસોઈમાં તકલીફ પડતી. છતાં વનીતા તમામ કામ શિખવાની કોશિશ કરતી. પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ સાસરી પક્ષની લાલચ વધી. વનીતા એકની-એક દીકરી હોવાથી રમેશભાઈ પાસેથી પૈસા અને સંપત્તિ પડાવવાના ઈરાદાઓ શરૂ થયા.
વનીતાના પતિ રાકેશ અને તેની સાસુ કળબેને તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. પતિ ત્રાસ આપવાની સાથે-સાથે માર મારતો. તો સાસું વારંવાર જમવાનું બહાનું કાઢ તેને મેણા મારતી. રોજ કોઈને કોઈ રીતે મેણા મારતા કહે તારી માએ તને આ નથી સિખવાડ્યું, માના ઘરેથી કાંઈ સિખીને નથી આવી. એક દીવસ તો એવો આવ્યો કે, સાસુએ ગરમ દાળમાં ભૂલ કાંઢતા દાળનું તપેલું વનીતાના હાથ પર ફેંક્યું.. અને તે દાજી ગઈ, તે નોધાર પાણીએ રોવા લાગી. તેની પીડિ તેનું દર્દ સમજવા વાળું ત્યાં કોઈ ન હતું. ત્યારે દીકરીના મુખ્યમાં માં… શબ્દ યાદ આવ્યો.. તે બોલી ઉઠી કે,માં..આજે તું હોત.. તો હું આ દુખ સહન ન કરતી હોત. તું હોત તો આજે મારી સાસુએ મને જમવાનું લઈને ટોણા માર્યા ન હોત. તું હોત તો આજે હું અહીં ન હોત..
દીકરી એટલી દુખી હતી છતાં તેણે ક્યારેય પોતાના પિતાને નહોતું કીધું. પરંતુ કહેવાય છેને કે, દિવાલોને પણ કાન હોય છે. વનીતા પર થતા આ અત્યાચારની અને તેની સાથે બનેલી આ ઘટનાની વાત અંતે પાડોશી મારફતે વનીતાના પિતા સુધી પહોંચી. દીકરી પર આ પ્રકારનો અત્યાચાર થાય છે તે સાંભળતા જ તે ભાંગી પડ્યા. પરંતુ પોતાની પત્નીની આત્માનો અવાજ તેમને સંભળાયો અને તે મક્કમતા સાથે દીકરીના સાસરે પહોંચી ગયા. દીકરીને સાસરીયાની જેલમાંથી છોડાવી તો ખરી જ.. પરંતુ તે હેવાન સાસરીયાઓને જેલની હવા પણ ખવડાવી. અને દીકરીને હંમેશ માટે પોતાની સાથે પરત ઘરે લઈ આવ્યા.
બોધ: આ કહાની પરથી બોધ એટલો મળે છે કે, ભલે પિતા માતાની તમામ ખોટ પુરી પાડવાની કોશિશ કરે. પરંતુ મા તે મા જ હોય છે. તેની ઉણપ ક્યારેય કોઈ પુરી કરી શક્યું નથી. અને કરી પણ નહીં શકે. જો તમે પણ એક દીકરીના માતા-પિતા છો તો લાઈક કરી બે દીકરીના માતા-પિતાને તો શેર કરજો.