માતાજીના દર્શન કરીને પ્રેમીપંખીડા વાતો કરી રહ્યા હતા, અજાણ્યા શખ્સે ફોટા પાડીને કેર્યું એવું કામ કે તમે વિચારી પણ નહી શકો…

માતાજીના દર્શન કરીને પ્રેમીપંખીડા વાતો કરી રહ્યા હતા, અજાણ્યા શખ્સે ફોટા પાડીને કેર્યું એવું કામ કે તમે વિચારી પણ નહી શકો…

દેશમાં હત્યા, લૂંટફાટ, અત્યાચાર ગેંગરેપ અને મહિલાઓ સાથે છેતરપિંડીના કેસો સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દુષ્કર્મના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને લઈને અવારનવાર મહિલાઓ અને છોકરી સાથે છેડછાડ ના કેસો સામે આવતા રહે છે. આપણા દેશમાં નારીને ઘણું માન સન્માન આપવામાં આવે છે જયારે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં નારી પર એવો ત્રાસ આપવામાં આવે છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા.

જે હવે આ કળિયુગના સમયમાં કોઈ પણ સુરક્ષિત જણાઈ રહ્યું નથી. આ મામલે દરરોજને દરરોજ ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાતી રહે છે. ત્યારે આજે પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વલસાડના પારનેરામાં એક કોલેજિયન યુવતી પર દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

વલસાડના પારનેરા એક કોલેજિયન યુવતી તેના પ્રેમી સાથે પારનેરા ડુંગર પર ફરવા ગઈ હતા અને આ દરમિયાન અજાણ્યા શખસે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. જો કે આ આરોપીએ ક્રાઈમ-રિપોર્ટર તરીકે પોતાની ઓળખ આપી હતી અને ત્યારબાદ આ બંને પ્રેમીપંખીડાને ધમકાવવા લાગ્યો હતો, અને બાદમાં તેને સુમસામ જગ્યાએ લઇ જઈને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્યારે આ ભોગ બનનાર પ્રેમી પંખીડાએ ફરિયાદ નોંધાતા પોલીસે મોટરસાઇકલના નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ બને પ્રેમીપંખીડા પારનેરા માતાજીનાં દર્શન કરવા ગઇ હતી. અને પારનેરા માતાજીનાં દર્શન કર્યા બાદ આ બંને પ્રેમીપંખીડા ડુંગરની તળેટીમાં બેસી વાતો કરી રહ્યા હતા. અને આ દરમિયાન એક શખ્સ બાઈક લઈને આવ્યો હતો જે બાઈક નંબર GJ-15-BN-9695 હોવાનું જણાવ્યું છે.

આ શખ્સે આ બંને પ્રેમીપંખીડા બેસીને વાતો કરી રહેલ ફોટા પાડી લીધા હતા અને પોતાને ક્રાઈમ પ્રેસ-રિપોર્ટર હોવાનું જણાવ્યું હતું. અને ફોટા પાડીને પરિવારના સભ્યો સાથે વાત કરવા માટે ધમકીઓ આપતો હતો. ત્યારે આ ગભરાયેલી આકાંક્ષા અને રાજેશે આકાંક્ષાના પરિવારને જાણ ન કરવા માટે આજીજી કરવા લાગી હતી. બાદમાં આ શખ્સે બંનેને ડીએસપી ઓફિસ લઈ જવાની ધમકી આપી હતી.

બાદમાં આ શખ્સે બનેને ડીએસપી ઓફિસ લઈ જવાનું કહીને યુવતી આકાંક્ષાને અવાવરૂં જગ્યામાં લઇ ગયો હતો અને તેને સમાધાન કરવા માટે બીભત્સ માગણી કરી હતી. ત્યારે આ યુવતીએ ના પાડતા શખ્સે તેની સાથે જબરદસ્તથી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અને આ યુવતીને આ વાત કોઈને ન કહેવા માટે ધમકીઓ આપી હતી. ત્યારબાદ આ યુવતીએ આ શખ્સથી છૂટીને તેના પ્રેમીને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ આ પ્રેમીપંખીડાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ FIR નોંધાવી હતી. ત્યારે હાલમાં પોલીસે આ અજાણ્યા શખ્સના બાઈક નંબર GJ-15-BN-9695 ના આધારે તપાસ હાથ ધરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.