જુઓ મોજ શોખ પુરા કરવા માટે યુવકે કર્યું એવું કૃત્ય કે આજની આધુનિક પોલીસ પણ ચોંકી ગઈ, સમગ્ર ઘટના જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

જુઓ મોજ શોખ પુરા કરવા માટે યુવકે કર્યું એવું કૃત્ય કે આજની આધુનિક પોલીસ પણ ચોંકી ગઈ, સમગ્ર ઘટના જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા દિવસોમાં વાહનોની ચોરીનું પ્રમાણ વધ્યું હતું. જેથી કરીને વાહન ચોરને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી. તેવામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ ઉપરથી ચોરાઉ રીક્ષા સાથે એક શખ્સને દબોચી લીધો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેને મોજ શોખ પૂરા કરવા માટે સાત બાઇક અને એક રિક્ષાની ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી.

આ કારણે પોલીસે તેની પાસેથી ચોરાઉ તમામ વાહનોને કબજે કરી લીધા છે અને કુલ મળીને 3.48 લાખના મુદ્દામાલને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લામાં સામાન્ય રીતે વાહનની ચોરી થયા બાદ જ્યાં સુધી વાહન ચોર ન પકડાય ત્યાં સુધી મોટાભાગે ફરિયાદ લેવામાં નથી આવતી તેવો જ ઘાટ હાલમાં પણ જોવા મળ્યો છે.

છેલ્લા દિવસો દરમિયાન મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી બાઇકની ઘણી ચોરી કરવામાં આવી હતી. જોકે ત્યારે તેની પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી અને જે તે સમયે પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે મોરબી શહેરી વિસ્તારની અંદરથી એક સીએનજી રીક્ષા અને ધીમેધીમે કરતાં છ બાઈકની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી .

પોલીસે અડધો ડઝન કરતાં વધુ ચોરાઉ વાહનોની સાથે હાલમાં બાદશાહ ભૂરો રમજાનભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર 22) રહે હાલ કાલીકા પ્લોટ મૂળ રહે ભવાનીનગર હળવદ વાળાની અટકાયત કરી છે. મોરબીના રવાપર ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર એ ડિવિઝન પોલીસની ટીમ તપાસમાં હતી, ત્યારે સીએનજી રીક્ષા લઈને એક શખ્સ ત્યાથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને રોકીને રિક્ષાના કાગળો માંગ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી વધુ પૂછપરછ કરતાં તે રિક્ષા ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ચોરાઉ રીક્ષા સાથે બાદશાહ ભૂરો રમજાનભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર 22)ની ધરપકડ કરી હતી અને તેને મોરબીમાંથી કુલ મળીને છ અને ધ્રોલમાંથી એક એમ કુલ મળીને સાત બાઈકની ચોરી કરી હતી તે સાતેય બાઇક અને રિક્ષા એમ કુલ મળીને પોલીસે 3.48 લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ શખ્સ તેના મોજ શોખને પૂરા કરવા માટે વાહનોની ચોરી કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તે અગાઉ મોરબી, રાજકોટ અને વાંકાનેરમાં વાહન ચોરી સહિતના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એક સપ્તાહમાં એક ડજન કરતાં વધુ વાહનોની ચોરી કરવામાં આવી હતી. જેથી કરીને પોલીસના અસ્તિત્વ સામે જ સવાલો ઊભા થયા હતા તેવામાં પોલીસે હાલમાં રીઢા ચોરની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ કરી લીધી છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે આગળની તજવીજ કરવામાં આવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275