વિદેશમાં એરપોર્ટની નોકરી છોડીને આ મહિલાએ તેના વતનમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય ચાલુ કર્યો, આજે આ મહિલા…

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે સખત મહેનત કરીને તેમનું જીવન સારી રીતે જીવવા માંગતા હોય છે, ઘણા લોકો વિદેશમાં જઈને સારી કમાણી કરતા હોય છે અને તેમનું જીવન એશ આરામથી જીવતા હોય છે અને ઘણા લોકો વિદેશની સારા પગારવાળી નોકરી છોડીને તેમના વતને પરત આવીને તેમનું જીવન પરિવારના લોકોની સાથે જીવતા હોય છે.
આજે આપણે એક તેવા જ દંપતી વિષે વાત કરીશું, આ દંપતી તેમનું વિદેશનું જીવન છોડીને તેમના માદરે વતન પરત રહેવા માટે આવવાનું નક્કી કર્યું હતું, આ દંપતીએ તેમના વતને પરત આવીને તેમના પરિવારનો ચાલતો વ્યવસાય કરવાનું નક્કી કર્યું હતું, આ દંપતી તેમનું ઇંગ્લેન્ડનું સારું એવું જીવન છોડીને તેમના વતન પોરબંદરના બેરણ ગામમાં આવ્યા હતા.
આ દંપતીનું નામ રામદે ખુંટી અને ભારતી ખુંટી હતું, આ દંપતી ઘણા સમયથી લંડનમાં રહેતા હતા, ત્યાર બાદ આ દંપતીએ એક દીકરાને જન્મ આપ્યો, તે પછી આ દંપતી તેમના દીકરાને લઈને વિદેશની નોકરી છોડીને તેમના માદરે વતને પરત આવ્યા હતા, હાલમાં આ દંપતી તેમના ગામડે આવીને ખેતી અને પશુપાલનનો વ્યવસાય ચલાવી રહ્યા છે.
આ દંપતી વિષે વાત કરીએ તો રામદે 2006 માં કમાણી કરવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો, ત્યારબાદ ત્યાં બે વર્ષ સુધી કામ કર્યું અને તેના વતને પરત આવીને ભારતી સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ ભારતી તેનો અભ્યાસ
કરીને લંડન ગઈ ત્યાં જઈને ભારતીએ એરપોર્ટમાં નોકરી કરવાની શરૂ કરી હતી. ત્યારબાદ ભારતી અને રામદેએ એક દીકરાને જન્મ આપ્યો, તે પછી રામદેએ અને ભારતીએ તેમના પરિવારના લોકોની સાથે રહેવાનું નક્કી કર્યું.
આજે આ દંપતી ગામડાનું જીવન તેમના પરિવારના લોકોની સાથે જીવી રહ્યા હતા, રામદે અને ભારતી સાથે મળીને ખેતીનું અને પશુપાલનનું કામ કરતા હતા, જે સમયે ભારતીએ ખેતીનું અને પશુપાલનનું કામ કરવાનું શરૂ કર્યું તે સમયે ભારતીએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પણ આજે આ દંપતી તેમનું જીવન સુખેથી જીવી રહ્યા હતા.