30 વર્ષ બાદ પરિવારમાં પડ્યા લક્ષ્મીના પગલાં, એ પણ તારીખ 22-2-2022 ને 2.22 મિનિટે, પરિવારમાં ખુશનુમા વાતાવરણ…

30 વર્ષ બાદ પરિવારમાં પડ્યા લક્ષ્મીના પગલાં, એ પણ તારીખ 22-2-2022 ને 2.22 મિનિટે, પરિવારમાં ખુશનુમા વાતાવરણ…

વાહ….! શુ નશીબદાર છે ફેમેલી, આજના ખાસ દિવસે ઘરે લક્ષ્મીજી અવતર્યા, પરિવાર આજનો દિવસ તેઓ કદી નહીં ભૂલી શકે, આજની તારીખ એટલે કે 22-2-2022નો સંયોગ સર્જાયો છે. ત્યારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં આજની તારીખે 2.22 મિનિટે એક દીકરીનો જન્મ થયો. આંકડાના અનોખા સંયોગની સાથે એક પરિવારમાં બાળકીનો જન્મ થવાથી આજનો દિવસ માત્ર નવજાત બાળકીના પરિવાર માટે પરંતુ હોસ્પિટલ માટે પણ યાદગાર બની રહ્યો.

આજનો દિવસ હું કદી નહીં ભૂલી શકુ: દીકરીના પિતા:
કેટલાક આંકડા વ્યક્તિના જીવનમાં યાદગાર બની જતા હોય છે. ત્યારે અમદાવાદના શાહ પરિવારમાં આજના દિવસે એટલે કે 22-2-2022ની બોપોરે 2.22 મિનિટે દીકરીના જન્મ થતા તેમના અને પરિવારમાં ખુશીથી ભરી દીધી. આજના દિવસે તારીખ અને સમયનો રસપ્રદ અને ભાગ્યે જ જોવા મળતો સંયોગ સર્જાયો.

મોટી વાત તો એ છે કે તેમના પરિવારમાં 30 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો, જેથી ખુશીનો કોઈ પાર નથી રહ્યો. મિડીયા સાથે વાત કરતાં દીકરીના પિતાએ જણાવ્યું કે ‘આજનો દિવસ તેઓ કદી નહીં ભૂલી શકે, કારણ કે આજના ખાસ દિવસે તેમના ઘરે લક્ષ્મીજી અવતર્યા’

પરિવારે આખી હોસ્પિટલમા મીઠાઈ વહેંચી: બીજી તરફ પરિવારની સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ માટે પણ આ દિવસ યાદગાર બની રહેશે. સાવી હોસ્પિટલ ના ડોક્ટર ધવલ શાહે જણાવ્યું કે ‘તેમના 20 વર્ષના કરિયરમાં પહેલીવાર આ પ્રકારે અનોખા સંયોગના દિવસે અને સમયે ડિલિવરી કરાવી હોય. દીકરીના જન્મથી તેમને પરીવાર તથા હોસ્પિટલ સ્ટાફને મો મીઠું કરાવી ઉજવણી પણ કરી’.

આ કિસ્સો યાદગાર બની રહેવાનો છે:ડોક્ટર : તો બીજી તરફ બાળકોના રોગના નિષ્ણાત ડોક્ટર નીરવ બેનાની એ જણાવ્યું કે, નવજાત દીકરીની હેલ્થ સારી છે, તેમના માટે પણ આ કિસ્સો યાદગાર બની રહેવાનો છે. ઘણીવાર કેટલાક પરિવારમાંથી આ પ્રકારની ખાસ તારીખે ડિલિવરી કરાવવાનો આગ્રહ કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સો બધાથી અલગ છે, યોગાનુયોગ આજે ડિલિવરી થઈ અને સમય પણ તારીખ, મહિના અને વર્ષને મળતો આવ્યો’

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.