નવા મંત્રીમંડળ માટે નો રિપીટ પર અડીખમ નવા CM, કોણ કોણ હોઈ શકે છે નવા મંત્રીમંડળમાં અને કોનું પત્તુ હશે ભારે…

નવા મંત્રીમંડળ માટે નો રિપીટ પર અડીખમ નવા CM, કોણ કોણ હોઈ શકે છે નવા મંત્રીમંડળમાં અને કોનું પત્તુ હશે ભારે…

ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા દાવ પર છે.ગાંધીનગરથી માંડીને દિલ્લીના વરિષ્ઠ નેતાઓ આજની સ્થિતિએ કેમ થાળે પાડવું ?તેની મથામણમાં છે. તે વચ્ચે વીટીવીને ભાજપ સૂત્ર દ્વારા એક્સક્લુઝિવ માહિતી પ્રાપ્ત થઈ છે, જેના મુજબ નવા મંત્રીમંડળનાનો રિપીટ થિયરી જોવા જ જોવા મળશે તેવી પૂરેપૂરી શકયાતાઓ સેવાઇ રહી છે. નવા મંત્રીમંડળમાં તમામ ચહેરા તો નવા જ રાખવા પર ભાજપ અડીખમ છે. પોતાના કમિટમેન્ટ યાદ કરાવી રહેલા કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે, સાથે જ ભાજપમાં સિનિયર નેતા જે અંદર ખાને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે તેમણે પણ ભાજપ પાણીચું દેખાડી શકે છે. શક્તિપ્રદર્શન કરતા નેતાઓને પણ ભાજપે ન સમાવવા માટેનું રોકડું પરખાવી દીધું હોવાની માહિતી મળી રહી છે.

ગુજરાત સરકારના ગઠન માટે છેલ્લા બે દિવસથી ધમધમાટ ચાલી રહ્યો છે .સર્વ સમાજને સાથે રાખી એક આદર્શ મંત્રીમંડળ ‘નો રીપિટ’થિયરી મુજબનું બનાવવા કવાયદ ચાલી રહી છે. વિજય રૂપાણી,નીતીન પટેલ, સી આર પાટીલ. કેન્દ્રના નિરીક્ષકો ભાજપના વરિષ્ઠ આગેવાનો અને દિલ્લીનું મોવડી મંડળ સતત પરામર્શમાં છે. મળતી માહિતી પ્રમાણે, નવા મંત્રી મંડળમાં 7 જેટલા પાટીદાર સમાજના ધારાસભ્યો. અને 4 ક્ષત્રિયને સ્થાન મળી શકે છે. તો કોળી સમુદાયના 2 અને ઠાકોર સમાજના 2 નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.મંત્રી મંડળમાં 3 મહિલાઓ અને એક બ્રાહ્મણ,એક વણિક ધારાસભ્યને મંત્રીપદ મળી શકવાની સંભાવનાઓ નકારી શકાતી નથી.

અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે. આ અંગે ચીફ મિનિસ્ટરની ઓફિસ દ્વારા ઑફિસયલ ટ્વીટ કરીને કરી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે મંત્રીમંડળનો શપથ સમારોહ 16 સપ્ટેમ્બરે 1.30 વાગે યોજાશે

દિલ્લી-ગાંધીનગરના તાર સતત રણઝણી રહ્યા છે.કારણ છે કે,બુધવારે નવા મંત્રી મંડળનો યોજાનારો શપથવિધિ મોકૂફ રાખવો પડ્યો, અલગ-અલગ સમુદાયોમાં પોતાના ગણમાન્ય નેતાને મંત્રીપદ ના અપાય તો વિરોધનો બુંગીયો ફૂંકાશે તેવા સૂર ઉઠવા લાગ્યા છે.’નો રીપોટ થિયરી’હેઠળ સમાવિષ્ઠ તમામ નવા મંત્રીઓ કરતા જુના જોગીઓને સ્થાન આપવા અને વ્યક્તિને મહતા આપવાની માંગ ઉઠી છે એક તરફ કોળી સમાજના નેતા પુરસોત્તમ સોલંકી છે અને બીજી બાજુ કુંવરજી બાવળીયા. બંને પોતાના સમાજના કદાવર નેતાઓ છે.જો જૂના મંત્રીઓને સમાવવામાં ના આવે તો આ બન્ને નેતાઓના સમર્થકો કહેતા આખો કોળી સમાજ ભાજપાની વિરુદ્ધ જઈ શકે છે અથવા પ્રચંડ પ્રદર્શન પણ કરી શકે છે. જુના મંત્રીઓને રુખસદ તો જ શક્ય છે જ્યારે બિલકુલ નવા મંત્રીઓને સ્થાન મળે.પણ કોળી સમાજે આજે પોતાનો વિરોધનો સૂર છેડી જ દીધો છે.ઉલ્લેખનીય છે કે,કુંવરજી બાવળીયા, આહીર સમાજના જવાહર ચાવડા અને જામનગરના ધર્મેન્દ્રસિંહ,(હકુભા) જાડેજા કોંગ્રેસમાંથી આવ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *