કિશન ભરવાડની સાસુએ કહી એવી વાત કે તેમની વાત સાંભળીને તમારી આંખમાં ઝળઝળિયાં આવી જશે…

મિત્રો કિશન ભરવાડની હત્યાનો એક મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે. કિશન ભાઈના પરિવારના લોકો તેમના મૃત્યુના જવાબદાર લોકોને કયારે સજા થશે તેની રાહ જોઈને બેઠા છે.
આજથી એક મહિના પહેલા સોસીયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ કરવા બદલ વિવાદ સર્જાયો હતો અને કિશન ભરવાડની હત્યા કરી દેવામાં આવી હતી. તે ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા હતા.
આજે તેમનો પરિવાર હવે એક જ રાહ જોઈ રહ્યો છે કે આરોપીને કડક માંથી કડક સજા થાય. ત્યારે કિશન ભાઈની સાસુ એ કહી એવી વાત કે તે જાણીને તમે પણ એકવાર તો રોઈ પડશો. કિશન ભાઈની સાસુએ કહ્યું કે અમારી બસ એક જ માંગ છે કે અમારા જમાઈના જે પણ આરોપી છે.
તેમને કડક માંથી કડક સજા થવી જોઈએ બસ મારી આ જ માંગ છે.મારી દિકરીએ ખુબજ નાની ઉંમરમાં પતિ ગુમાવ્યો. દીકરીએ જન્મ થતાની સાથે જ પોતાના પિતા ગુમાવ્યા. તે દીકરીને મોટી થશે ત્યારે તેને પિતાની જરૂર નહિ પડે.
મારી દીકરીને પણ જીવન વિતાવવા માટે એક સહારાની જરૂર પડશે હવે મારી દીકરીનું શું થશે. મારી દીકરી તો હજુ નાની છે. તેને સમાજની કઈ ખબર પણ નથી પડતી.
કે સમાજમાં શું શું આવે છે. સમાજમાં શું કરવાનું. મારી દીકરીએ હજુ તો કઈ જોયું જ નથી તે તો સાવ નાની છે. તે હવે કોના સહારે જીવન જીવશે. ભગવાને તેને દીકરી આપી અને દીકરી આપતા જ પતિનું મૃત્યુ થઇ ગયું. બસ હવે અમારી એક જ ઈચ્છા છે કે અમને ન્યાય મળે.