કિશન ભરવાડવાળી થતા થતા રઈ ગઈ, સોશિયલ મીડિયામાં આ પોસ્ટ બાબતે વિવાદ થતા સુરતમાં બજરંગ દળના કાર્યકર્તા પર જીવલેણ હુમલો કર્યો…

ધંધુકા કિશન ભરવાડની વિવાદિત પોસ્ટને લઈ હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ ગુજરાતભરમાં મોટાપાયે વિરોધ કરવામા આવ્યો હતો. તે ઘટના માંડ ભુલાઈ છે ત્યાં સોશિયલ મીડિયામાં હિન્દુ પોસ્ટને લઈ અંગત અદાવતમાં બજરંગ દળના કાર્યકર્તા પર હુમલો થતાં માહોલ ગરમાયો છે
સુરતના સારોલી શ્યામ સંગીની માર્કેટ પાસે બજરંગ દળના કાર્યકર્તા પર જીવલેણ હુમલો કરવામા આવ્યો છે. મજહર અને અબ્બાસ નામના શખ્સોએ આ હુમલો કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. હુમલામાં કુલ 3 બજરંગદળના કાર્યકર્તા ઇજાગ્રસ્ત થવા પામ્યા છે
સંગીની માર્કેટ પાસે થયેલી આ હુમલો એક વ્યક્તિ પર હિન્દુ પોસ્ટને લઇ અંગત અદાવતમાં કરવામાં આવ્યો છે. બચાવવા વચ્ચે પડનાર અન્ય 2 લોકો ઉપર પણ હુમલો કરી શખ્સો ફરાર થઈ ગયા છે. આ અગાઉ પણ નથી મારવાની ધમકી પણ આપી હતી. પૂણા પોલીસે મામલાની ગંભીરતાને સમજી તાત્કાલિકના ધોરણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.