કીર્તિ પટેલની ફરી ગુંડાગીરી, ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં એરહોસ્ટેસને મારી, ડુમસ પોલીસે ગુનો નોંધ્યો….

કીર્તિ પટેલની ફરી ગુંડાગીરી, ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં એરહોસ્ટેસને મારી, ડુમસ પોલીસે ગુનો નોંધ્યો….

સુરતની TIK-TOK સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. કીર્તિ પટેલ સામે ડુમ્મસ પોલીસે એરહોસ્ટેસ પર હુમલો કરવા અને ધમકી આપવા બાબતે ગુનો દાખલ કર્યો છે. મહત્વની વાત છે કે, કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં બેફામ વાણીવિલાસ કરવાને લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. ત્યારે હવે ડુમસ પોલીસે પણ કીર્તિ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહત્વની વાત છે ત્યારે કીર્તિ પટેલ ગોવાથી સુરત ફ્લાઇટમાં આવી રહી હતી ત્યારે કીર્તિ પટેલે માસ્ક પહેર્યુ નહતું અને માસ્ક ન પહેરવા બાબતે મહિલા ક્રૂ મેમ્બર્સ સાથે કીર્તિ પટેલને ઝઘડો કર્યો હતો. ત્યારે કીર્તિ પટેલ એરહોસ્ટેસ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એરહોસ્ટેસને સામાન્ય ઇજા થઇ હતી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, કીર્તિએ જે એરહોસ્ટેસ પર હુમલો કર્યો હતો તેને જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું આપી દીધું. હાલ તો ડુમ્મસ પોલીસે એર હોસ્ટેસ પર થયેલા હુમલા અને તેને આપવામાં આવેલી ધમકી બાબતે કીર્તિ પટેલ સામે ગુનો નોંધ્યો છે.

ડુંમસ પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અને એર હોસ્ટેસની ફરિયાદ દાખલ કરી છે આ તપાસ PSI સી.કે રાઠોડ કરી રહ્યા છે અને ચોક્કસ તપાસમાં જે માહિતી સામે આવશે તે બાબતે અમે કાર્યવાહી કરીશું.

બીજી તરફ સુરત બાદ અમદાવાદમાં પણ કીર્તિ પટેલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ગત રોજ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાય છે કે, તેને અમદાવાદની એક યુવતી પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ભોગ બનનાર યુવતીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને તેમના બે સાથીદારો સામે ગુનો નોંધાયો છે.

અગાઉ કીર્તિ પટેલ ઘુવડ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કીર્તિ પટેલને 25 હજારનો દંડ સુરત વનવિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે, ઘુવડ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશનમાં આવતું સંરક્ષણ વન્ય જીવ છે. અગાઉ સુરતમાં પુણા પોલીસ સ્ટેશનમાં પણ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે કીર્તિ પટેલ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં પણ જેલમાં જઈ ચુકી છે. ત્યારે હવે કીર્તિ પટેલ વધુ એક વિવાદમાં સપડાય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.