વર્ષો જૂની ધાધર અને ખરજવાની સમસ્યા જડમૂળથી દૂર કરશે, કરો આ દેશી ઈલાજ…

વર્ષો જૂની ધાધર અને ખરજવાની સમસ્યા જડમૂળથી દૂર કરશે, કરો આ દેશી ઈલાજ…

એક્જિમા ત્વચાની સૌથી ગંભીર બીમારી છે. જેને ખરજવું પણ કહેવામાં આવે છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિ સતત ખંજવાળ અને બળતરાથી પરેશાન રહે છે. કેટલીક વખત ગંભીર ઘા પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી તમને રાહત મળી શકે છે.

એલોવેરા: એલોવેરા ત્વચાને તાજગી આપવાની સાથે સૌથી બેસ્ટ ઉપાય છે. એક્જિમાના કારણે થઇ રહેલી ત્વચાની ડ્રાયનેસને નિયંત્રિત કરવાનું કામ કરે છે.વિટામિન ઇના તેલની સાથે એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. એક્જિમાના કારણે થઇ રહેલી ત્વચાની ડ્રાયનેશને નિયંત્રિત કરવામાં બેસ્ટ છે. તે ત્વચાને પોષણ આપવાની સાથે સોજો ઓછો કરવામાં સહાયતા કરે છે. તેના માટે એલોવેરા જેલમાં વિટામિન ઇનું તેલ મિક્સ કરી લો. તેને ખરજવા લગાવવાથી આ રોગથી છૂટકારો મળે છે. સાથે જ તેના ડાઘ પણ દૂર થાય છે.

લીમડાનું તેલ: લીમડાના ચેલમાં બે મુખ્ય એન્ટી ઇન્ફલેમેટરી કમ્પાઉન્ડ હોય છે. લીમડાનું તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. કોઇપણ દુખાવાને ઓછું કરે છે અને સંક્રમણ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. જેના માટે તમે 1/4 જૈતુનનું તેલ લો અને તેમા 10-12 ટીંપા લીમડાનું તેલ મિક્સ કરી પ્રભાવિત જગ્યા પર લગાવો. જેનાથી થોડાક દિવસમાં જ એક્જિમાની સમસ્યાથી રાહત મળશે.

મધ અને તજ: જેના માટે તમે બે ચમચી મધ તથા બે ચમચી તજનો પાઉડર લો તેને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. એક્જિમા એટલે કે ખરજવું થયું હોય તે જગ્યા ધોઇને તેની પર આ પેસ્ટ લગાવી લો. સૂકાઇ ગયા પછી તેને પાણીથી ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી ખરજવુ જડમૂળથી દૂર થઇ જશે. મધ ત્વચાની બળતરાને ઓછી કરે છે. તેમજ તજમાં પણ એન્ટીમાઇક્રોબાયલ એજેન્ટ છે. તે એન્ટી ઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે તેમા એન્ટી ઇન્ફેલેમેટરી ગુણ રહેલા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *