સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જેપી જાડેજાએ કરી કોર્ટમાં આ અરજીની માંગ, જાણો ફેનિલની સજા…

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જેપી જાડેજાએ કરી કોર્ટમાં આ અરજીની માંગ, જાણો ફેનિલની સજા…

કહેવાય છે કે પ્રેમ એક લાગણી છે અને લાગણીઓ પર કોઈનું દબાણ હોતું નથી બની શકે કે તમને જેના માટે લાગણી હોય એ વ્યક્તિને તમારા માટે પ્રેમની લાગણી ન હોય આમ જોવા જઈએ તો આ સાવ સામાન્ય અને સ્વીકારી લેવા જેવી વાત છે પરંતુ આજના યુગમાં આ વાતને સ્વીકારવાને બદલે એક તરફી પ્રેમમાં લોકો એકબીજાનો જીવ લેતા અને જીવન બરબાદ કરતાં થઈ ગયા છે.

હાલમાં જ સુરતના કામરેજમાં એક તરફી પ્રેમમાં એક યુવતીની હત્યા કરાઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા.જેમાં એક યુવકે જાહેરમાં જ યુવતીનું ગળું કાપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું જો કે આ ઘટના બાદ લોકોમાં ચકચાર મચી ગયો છે અને લોકો આરોપી યુવકને સજા આપવાની વાતો કરી રહ્યા છે એવામાં અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો આ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગઇકાલે જ એક જાણીતા સંતે ફરીવાર કોઈ સાથે આવું ન બને એ બદલ દીકરા દીકરીઓનું ધ્યાન રાખવામાં મા બાપ ને સલાહ આપી હતી જે બાદ ગુજરાતની રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ જેપી જાડેજા એ પણ આ ઘટના અંગે વાત કરી હતી.તેમને એક વિડિયો મારફત રાજ્યના ગૃહમંત્રી ને આ ઘટનાના આરોપીને કડકમાં કડક સજા કરવા અપીલ કરી હતી.

તેમને કહ્યું કે આ ઘટનાના પુરાવા પૂરતા હોવાથી પોલીસને આ મામલે આરોપી પર અલગ અલગ કલમ લગાવી ફાંસીની સજા આપવાના આદેશ આપી દેવા જોઈએ તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મૂકી જલ્દી જ આ અંગે કોઈ નિર્ણય લાવવો જોઈએ.

જણાવી દઈએ બે દિવસ પહેલા કરાયેલી આ હત્યાના મામલામાં આરોપી ફેનિલની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ ગઇકાલે જ મૃતક ગ્રીષ્માના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.