આસારામ આશ્રમમાં છોકરીઓના શિકાર માટે કેવા હતા કોડવર્ડ , જાણી તમે પણ ચોંકી ઉઠશો

આસારામ આશ્રમમાં છોકરીઓના શિકાર માટે કેવા હતા કોડવર્ડ , જાણી તમે પણ ચોંકી ઉઠશો

આસારામ આશ્રમમાં જાણે ભક્તિની આડમાં રીતસરનું અંડરવર્લ્ડ જેવું જ નેટવર્ક ચાલતું હતું. આશ્રમમાં છોકરીઓના શિકાર માટે પ્લાનિંગ સાથે પાસા ફેંકાતા હતા અને એ માટે પણ હતા અલગ કોડવર્ડ, જાણી તમે પણ નવાઇ પામશો. અહીં નોંધનિય છે કે, સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં જોધપુર સ્પેશિયલ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે.

જોધપુર : આસારામ આશ્રમમાં જાણે ભક્તિની આડમાં રીતસરનું અંડરવર્લ્ડ જેવું જ નેટવર્ક ચાલતું હતું. આશ્રમમાં છોકરીઓના શિકાર માટે પ્લાનિંગ સાથે પાસા ફેંકાતા હતા અને એ માટે પણ હતા અલગ કોડવર્ડ, જાણી તમે પણ નવાઇ પામશો. અહીં નોંધનિય છે કે, સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં જોધપુર સ્પેશિયલ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પણ માન્યું કે આસારામ બળાત્કારી છે.

આ છોકરીને ધ્યાનની કુટીરમાં મોકલો, સમર્પણ કરી દે મીરા, જોગન, એકાંતવાસ કે પછી 400 નંબર ડાયલ કરી દો… આ શબ્દો આમ તો સામાન્ય લાગે છે પરંતુ આ શબ્દો પાછળ ખેલાતો હતો કોઇ દિકરીની આબરૂનો નગ્ન ખેલ અને એ પણ ભક્તિની આડમાં. કહેવાય છે કે આસારામ જાહેરમાં આ શબ્દો બોલતો, ભક્તો ગુરૂભાવમાં લીન રહેતા જોકે એના ખાસ સેવકો આ કોડવર્ડને આધારે ધાર્યો ખેલ પાડતા. કોડવર્ડ જાણી તમે પણ ચોંકી ઉઠશો.

કોડવર્ડ નંબર-1 લેજર ટોર્ચ : ભક્તિના આશ્રમમાં પ્રકાશના કિરણોથી ભક્તોના જીવનમાં ઉજાશ પથરાવો જોઇએ ત્યાં લેસર ટોર્ચથી છોકરીઓની જીંદગી બરબાદ થઇ જતી એમના જીવનમાં અંધારા છવાઇ જતા. એવું કહેવાય છે કે, કોઇ સત્સંગમાં આસારામ કોઇ છોકરી પર ત્રણ વખતે લેસર ટોર્ચ ફેંકે તો એ રાતે એ છોકરીનો શિકાર થતો. લેસર ટોર્ચ જેના પર ફેંકાય એ છોકરી કે મહિલાને સેવકો યેનકેન પ્રકારે આસારામની કુટીર સુધી પહોંચાડી દેતા.

કોડવર્ડ નંબર-2 : ધ્યાન કરતી છોકરી : જો ક્યારેક ટોર્ચ ના હોય તો આસારામ એ છોકરી કે મહિલા સાથે ધ્યાનમાં આવવામાં વાત કરતો હતો. પ્રવચન સાંભળવા આવેલા ભક્તોને લાગતું કે બાબા એમને ધ્યાનની વાત કરી રહ્યા છે જ્યારે બાબાના સેવકો સમજી જતા કે આજે કોનો શિકાર કરવાનો છે.

કોડવર્ડ નંબર-3 : જોગન : આસારામના જુના સાધકનું કહેવું છે કે, જોગી જોગનના ગીત ગાનાર આસારામની નજર 12 વર્ષથી લઇને 20 વર્ષ સુધી છોકરીઓ પર ખાસ રહેતી હતી. એમાંથી જે છોકરી પસંદ આવી જાય તો એને વારંવાર જોગન કહીને બોલાવતો હતો. જેનાથી એના સેવકો સમજી જતા હતા કે એમનો ઉસ્તાદ આજે કોને ઇચ્છી રહ્યો છે.

કોડવર્ડ નંબર-4 : કાજુ બદામ : આસારામના પ્રવચનમાં પ્રસાદ પણ ભક્તોની મોટાઇ જોઇને આપવામાં આવતો હતો. જે વધુ ભેટ મુકતો એમને કાજુ બદામ જેવો મોંઘો પ્રસાદ મળતો, પરંતુ અમૃત પ્રજાપતિએ કરેલા ચોંકાવનારા ખુલાસા અનુસાર જો કોઇ યુવતી પર આસારામની નજર બગડે તો એ એને કાજૂ બદામ પ્રસાદમાં આપતો, અંગત સેવકો માટે આ ઇશારો કાફી રહેતો હતો કે બાબા શું કહેવા માંગે છે…

કોડવર્ડ નંબર-5 : સમર્પણ : આસારામના સત્સંગમાં સમર્પણનો અર્થ એ થતો હતો કે એને કોઇ યુવતી કે મહિલા પસંદ આવી ગઇ છે. એને સમજાવી ધમકાવીને આસારામ માટે તૈયાર કરવામાં આવતી હતી. એના અંગત સેવકોનું આ જ કામ હતું. છેવટે નશીલી દવાઓ આપીને એને આસારામ પાસે મોકલવામાં આવતી હતી.

કોડવર્ડ નંબર-6 : એકાંતવાસ : ભક્ત અને ભગવાન વચ્ચે કોઇ ન હોય એને એકાંતવાસ કહેવામાં આવે છે પરંતુ આસારામના આશ્રમમાં આનો અર્થ કંઇક અલગ થતો હતો. જ્યાં એના અને છોકરીઓ વચ્ચે કોઇ ન આવી શકે એને એકાંત વાસ કહેવાતો. અંગત સેવકોને પણ એ કુટીરમાં જવાની અનુમતિ ન હતી.

કોડવર્ડ નંબર-7 : ડાયલ 400 : આસારામ મામલે જોધપુર પોલીસે વધુ એક નવો ખુલાસો કર્યો છે, પોલીસના અનુસાર આસારામનો મોબાઇલ નંબર 9321***400 હતો અને એને શોર્ટ ફોર્મમાં તે 400 કહેતો હતો. શિલ્પી, શરતચંદ્ર જેવા આસારામના અંગત રાજદારોને જ્યારે આસારામ સાથે વાત કરવી હોય તો એ તેઓ એકબીજાને 400 નંબર ડાયલ કરવાની વાત કરતા હતા અને 400 નંબર પર વાત કરવાનો અર્થ એ થતો હતો કે કોઇ પણ કામ માટે આખરી આદેશ મળી ગયો છે.

ravi vaghani

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275