‘ગ્રીષ્મા’ને યાદ કરી રડ્યા જીગ્નેશ કવિરાજ, ડાયરામાં ગ્રીષ્માને યાદ કરીને એવા ગીત ગાયા કે ત્યાં ઉપસ્થિત બધા લોકોને રડાવી દીધા, જુઓ વિડીયો…

‘ગ્રીષ્મા’ને યાદ કરી રડ્યા જીગ્નેશ કવિરાજ, ડાયરામાં ગ્રીષ્માને યાદ કરીને એવા ગીત ગાયા કે ત્યાં ઉપસ્થિત બધા લોકોને રડાવી દીધા, જુઓ વિડીયો…

મિત્રો તમે બધા ગુજરાતના ફેમસ સિંગર જીગ્નેશ કવિરાજને તો જાણતા જ હશો. તેમના લાખો ચાહકો છે. તેમનો જ્યાં પણ પ્રોગ્રામ હોય. ત્યાં તેમના ચાહકો તેમનો અવાજ સાંભળવા માટે પહોંચી જાય છે.

તેમને આજે પોતાના આલ્બમ સોન્ગથી પોતાની એક આગવી અને અલગ ઓળખાણ બનાવી છે. તેમના દેશ વિદેશમા લાખોની સંખ્યામાં ચાહકો છે. માટે તે વિદેશમાં પણ પોતાના પ્રોગ્રામ કરવા માટે જાય છે.

ત્યારે હાલ સુરતમાં ગ્રીષ્માની હત્યાથી આખું ગુજરાત હીબકે ચઢ્યું હતું. લોકો ગ્રીષ્માને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેવી માંગણી કરી રહયા છે. ત્યારે એક ડાયરામાં પ્રોગ્રામમાં જીગ્નેશ કવિરાજે પણ ગ્રીષ્માને યાદ કરી હતી.

તેમને ચાલુ પ્રોગ્રામમાં ગ્રીષ્માને યાદ કરીને ને ગીતો ગયા હતા. આ ગીતોના બોલ જ એવા હતા કે ડાયરા આવેલા લોકોની આંખો ભીની થઇ ગઈ હતી. જીગ્નેશ કવિરાજે ગ્રીષ્મા માટે “રૂંવે રૂઘીયુ અને રૂંવે આંખડી રે લોલ” અને “કાળજા કેરો કટકો” આ બે ગીતો ગ્રીષ્મા માટે ગાયા હતા.

આ સાંભળીને બધા જ લોકો ખુબજ ભાવુક થઇ ગયા હતા અને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. જીગ્નેશ કવિરાજે આ ગીતો ગાઈને ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી તેમના આવજે લોકોને રડાવી દીધા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તેમની પર ફૂલોનો વરસાદ કરી દીધો હતો. આજે ગુજરાતના દરેક લોકો ગ્રીષ્મા માટે ન્યાયની માંગણી કરી રહયા છે. તે દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.