ગરમીમાં લીંબુ શરબત પીવું પણ મુશ્કેલ, લીંબૂએ નહીં પણ તેના ભાવે દાંત ખાટા કરી નાખ્યા, જુઓ 1 કિલોના ભાવ જાણીને તમારી આંખો પોહળી થઈ જશે…

ગરમીમાં લીંબુ શરબત પીવું પણ મુશ્કેલ, લીંબૂએ નહીં પણ તેના ભાવે દાંત ખાટા કરી નાખ્યા, જુઓ 1 કિલોના ભાવ જાણીને તમારી આંખો પોહળી થઈ જશે…

રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે આખી દુનિયા પર તેની અસર જોવા મળી છે. આપણા દેશમાં પણ મોંઘવારીએ ધીમે ધીમે ગતિ વધારી છે. રોજ બરોજ પેટ્રોલ-ડીઝલ મોંધુ થતું જાય છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં સૌ કોઈને હોય કે લીંબુનું સરબત અથવા સોડા પીવે. પરંતુ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે, હાલના ભાવ જાણીને તમને લાગશે જોરદાર ઝટકો.

મોંઘવારીના મારથી લીંબૂ પણ બચી શક્યા નથી. દિલ્હીમાં એક લીંબૂની કિંમત 10 રૂપિયા થઈ ગઈ છે. તો આ બાજૂ રાજકોટમાં લીંબૂના ભાવ 200 રૂપિયે પ્રતિ કિલો થઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસ પહેલા લીંબૂ 50થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા હતા. જ્યારે દિલ્હીમાં થોડા અઠવાડીયા પહેલા 10 રૂપિયાના 3 લીંબૂ વેચાઈ રહ્યા હતા.

રાજકોટમાં એક ગ્રાહકે જણાવ્યું હતું કે, લીંબૂની કિંમત 200 રૂપિયાને આંબી ગઈ છે. પહેલા તેનો ભાવ લગભગ 50થી 60 રૂપિયા કિલો હતો. કિમતોમાં આ વધારો આપણા રસોઈના બજેટને પ્રભાવિત કરી શકે છે. ન જાણે ક્યારે આ ભાવ ઓછા થઈ જાય.

ગુજરાતમાં લગભગ બે અઠવાડીયા પહેલા પણ લીંબૂના ભાવ 80 રૂપિયાથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. તો વળી મરચા, આદૂ, કોબિજ, લસણ વગેરેના ભાવ પણ વધી ગયા છે. લીલા ધાણાના ભાવ ફેબ્રુઆરીમાં 60 રૂપિયા પ્રતિ કિલો હતા, જે વધીને 100 રૂપિયા થઈ ગયા હતા. આ ઉપરાંત લીલા મરચા 60 રૂપિયા પ્રતિકિલોથી વધીને 160 રૂપિયા થઈ ગયા હતા. તો વળી કોબિજના ભાવ 40 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગયા હતા.

કૃષિ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, આમ તો ગરમીમાં લીંબૂના ભાવ વધી જતાં હોય છે. પણ આટલા મોંઘા વેચાવા પાછળ સૌથી મોટુ કારણ હવામાન છે. કમોસમી વરસાદ અને હવામાનમાં ફેરફારના કારણે લીંબૂનો પાક પ્રભાવિત થયો. જેના કારણે ઉત્પાગન પ્રભાવિત થઈ ગયું. હવે ગરમીમાં લીંબૂની માગ વધવાના કારણે સોર્ટેજના કારણે તેના ભાવ વધી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.