ગુજરાતના વેરાવળમાં બન્યો, અનોખો કિસ્સો યુવકે ઘરમાં જઈને હથોડી વડે યુવતી પર કર્યો પ્રહાર…

ગુજરાતના વેરાવળમાં બન્યો, અનોખો કિસ્સો યુવકે ઘરમાં જઈને હથોડી વડે યુવતી પર કર્યો પ્રહાર…

શાંતિ અને એકતા માટે વખણાતું ગુજરાત હાલમાં ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ આ રાજ્યમાં હત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે હજી સુરતમાં બનેલા ગ્રીષ્મા હત્યા કેસ અને ત્યારબાદ ૧૨ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાની ઘટના લોકોના મનમાં તાજી જ છે ત્યાં તો ગુજરાતના વેરાવળમાં એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર હાલમાં જ વેરાવળની ટાગોર સોસાયટીમાં યુવતી ઘરે એકલી હોવાની જાણ થતા જ એક યુવક અચાનક ઘરમાં આવ્યો હતો અને યુવતી તેને કઈ કહે કે પૂછે તે પહેલાં જ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જો કે હુમલો થતા જ યુવતીએ બૂમાબૂમ કરી હતી જેને કારણે આરોપી યુવક ત્યાંથી ભાગી છૂટયો હતો.

જે બાદ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જે બાદ ઘરની તપાસ કરાતા પોલીસને ત્યાંથી હથોડી અને એસિડની બોટલ મળી આવી હતી.જેથી કહી શકાય કે આરોપી એસિડ એટેકના ઇરાદે પણ ઘરમાં આવ્યો હોય.જો કે હાલમાં તો આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.