શું મોરબીમાં પણ યુક્રેન જેવી સ્થિતિ? માતા-પુત્રી સહીત ત્રણ મહિલાઓ ચાલીને જતી હતી ત્યાં અચાનક ઉપરથી ઉડતું આવ્યું મોત, જુઓ વિડીયો…

મોરબીમાં રોડ ઉપર ચાલીને મસ્જિદે જતાં માતા-પુત્રી અને અન્ય એક મહિલા ઉપર મકાનની બાલ્કની તૂટીને પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માતાનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રી અને અને પાડોશી મહિલાને ઇજા પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરા-16માં રહેતા જિજ્ઞાષાબેન હજીમઅલી જીવાણી (ઉ.વ. 45), તેમની પૂત્રી રૂક્સાનાબેન હજીમઅલી જીવાણી (ઉ.વ. 15) તથા તેમના પાડોશી નીલમબેન અનીશભાઈ જીવાણી (ઉ.વ. 28) ચાલીને મસ્જિદે જતા હતા. તે વેળાએ મહેન્દ્રપરા-20માં વિનાયક ટેઇલર ઉપર આવેલા મકાનની પારાપેટ તૂટીને નીચે પડી હતી.
મોરબીમાં ચાલીને જતાં માતા-પુત્રી સહિત 3 લોકો પર મકાનની બાલ્કનીનો ભાગ તૂટીને પડ્યો, માતાનું ઘટનાસ્થળે મોત pic.twitter.com/i9fJIFVRty
— Trishul News (@TrishulNews) February 26, 2022
આ બાલ્કની ચાલીને જતા ત્રણેય વ્યક્તિઓ ઉપર પડી હતી. જેને કારણે જિજ્ઞાષાબેન હજીમઅલી જીવાણીનું મોત નીપજ્યું છે. જ્યારે તેમની પુત્રી રૂક્સાનાબેન તથા પાડોશી મહિલા નિલમબેનને ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત આ વેળાએ અહીંથી રિક્ષા પણ નીકળી હતી. આ રિક્ષા ઉપર પણ પારાપેટ પડી હોય તેમાં પણ નુકસાની સર્જાઈ હોવાના અહેવાલ છે.