માસુમ દિકરી ગ્રીષ્માનું સપનું અધુરુ રહી ગયુ! દિકરીનો પરિવાર આ બાબતનો અફસોસ કરી રહ્યો છે…

માસુમ દિકરી ગ્રીષ્માનું સપનું અધુરુ રહી ગયુ! દિકરીનો પરિવાર આ બાબતનો અફસોસ કરી રહ્યો છે…

સુરત શહેરમાં જે જગ જાહેર હત્યા થઈ તેને સુરતની ગરીમાને ઠેસ પહોંચાડી છે. ગુજરાતનું એ નગર છે, જ્યાં સંસ્કારની ધરોહર સમાયેલું છે અને કાઠિયાવાડીઓનો વસવાટ છે, છતાં પણ આ શહેરમાં ધોળા દિવસે અનેક માણસોની સામે દીકરી પોતાના જીવનની ભીખ માંગતી રહી છતાં પણ એ યુવકને દયા ન આવી અને ગ્રીષ્માનું ગળું કાંપી નાખ્યું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. જે દીકરીએ પોતાનું જીવન પણ નોહતું પૂરું માણ્યું એ દીકરી એ પળભરમાં વિદાય લેતા તેના જીવનની અનેક ઈચ્છાઓ અધુરી જ રહી ગઈ.

એવું જાણવા મળ્યું છે કે, ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની લાડકી દીકરી હતી અને જે માંગતી તે મળી જતું હતું. તેને ઇન્સ્પેક્ટર બનવું હતું અને હાલમાં તો તેને. તલાટી-મામલતદારની પરિક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું અને રોજ સવારે 4 વાગ્યે ઉઠીને તૈયારી પણ કરતી હતી. આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં પોત્તા મારી દે, ઘરકામ પત્યું કે નહીં એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી.

મૃતક દીકરીના ફોઈ પાસેથી જાણવા મળ્યું કે,ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની જ નહીં પણ કુટુંબની લાડકી દીકરી હતી. ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે સાથે ઘરમાં ટિકી લગાડવાનું કામ કરી બે રૂપિયા કમાતી આવું એકની એક દીકરી પર ગર્વ હતો. ડ્રોઈંગની સાથે સાથે ખાવાનું એટલું સરસ બનાવતી કે મોંમાં સ્વાદ રહી જતો હતો. પીઝા અને સેન્ડવીચ એ પણ ચીઝવાળા તો એને ખૂબ જ ભાવતા હતા. પોતાની બચતમાંથી જ ખરીદવાનું પસંદ કરતી હતી. કપડાનો ખુબ જ શોખ હતો. જીન્સ અને ટી-શર્ટ, કૂર્તા એના પર દુપટ્ટો લીધા વગર બહાર નહીં નીકળતી હતી.

ઘટનાની સવારે જ આફ્રિકાથી પિતાના આવેલા ફોન પર વીડિયો કોલિંગ પર વાત કરી હતી. પિતાએ ગ્રીષ્માને કહ્યું પણ હતું કે તારી મમ્મીને કામ કરવા દે તું સાસરી ચાલી જશે પછી ઘરકામ કોણ કરશે. ભાઈ કહેતા હતા કે, મારી દીકરી જ્યા સુધી ભણવા માગે છે ત્યાં સુધી હું ભણાવીશ, પરિવારને છોડી આટલા હજારો કિલોમીટર દૂર કોના માટે કમાવવા આવ્યો છું. હું મારી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીશ. પિતાની લાડકી દીકરી જેના પર હાથ મૂકે એ વસ્તુ અપાવતા હતા.

વધુમાં જણાવ્યું હતું કે ફોઈની સાથે બધી જ વાત શેર કરતી ને કહેતી ફોઈ મને સોનાનું બ્રેસલેટ લેવું છે મેં એને કહ્યા વગર બ્રેસલેટ લીઘું હતું. બસ એને ગિફ્ટ આપવાનો સમય જોતી રહી ને એ સમય પહેલા જ અમને છોડીને રડતા મૂકી જતી રહી. ખરેખર સુરતની આ ઘટના એ અનેક માતા પિતાઓના હ્દયને કંપાવી ઉઠ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.