યૂક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસે આપી ચેતવણી, ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન જાહેર કરાઈ…

યૂક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસે આપી ચેતવણી, ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન જાહેર કરાઈ…

યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસે તોછડો જવાબ આપ્યો છે. જેમાં રશિયા અને યૂક્રેન વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે. અને એની વચ્ચે પીસાઈ રહ્યા છે ગુજરાત સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ. તથા પડતા પર પાટું હોય એમ તમામ એર લાઇન્સે ભાડામાં ધરખમ વધારો કરી દિધો છે.

રશિયા અને યૂક્રેન વચ્ચેની લડાઇ ચરમસીમાએ પહોંચી, ઉલ્લેખનિય છે કે જે ભાડું રૂપિયા 45 હજારની આસપાસ હોય છે. તે હવે બે લાખ રૂપિયાની આસપાસ થઈ ગયા છે. સાથે વાત કરતા ગુજરાતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે કે તેઓ જ્યારે ભારતીય દૂતાવાસમાં મદદ માટે ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારી પાસે 48 કલાક છે. પૈસાની વ્યવસ્થા કરો અને ટિકિટ બુક કરીને નીકળો. ત્યાર બાદ અમારી કોઈ જવાબદારી રહેશે નહી.

તમામ એર લાઇન્સે ભાડામાં ધરખમ વધારો કરી દિધો, જેમાં ભારતીય તંત્રની આવી ઉદ્ધતાઈથી હવે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. તથા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર આભ ફાટ્યું છે. છતાં પણ વિદ્યાર્થીઓને બચાવવાના સરકાર બણગા ફૂકી રહી છે. હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર સાચા અર્થમાં તેમની મદદે આવે. પણ હવે સરકાર કોઇ પગલા લેશે કે કેમ તેનો આવનારો સમય બતાવશે.

યૂક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને કહ્યું છે કે યૂક્રેનમાં વર્તમાન સ્થિતિ ઘણી અનિશ્ચિતતાઓથી ભરેલ છે. તમે જ્યાં હોવ, ત્યાં શાંતિ તથા સુરક્ષા સાથે રહો. પછી તે તમારું ઘર હોય, હોસ્પિટલ હોય, હોટલ હોય કે બીજું કઈ. એડવાઈઝરી જાહેર કરતા યૂક્રેનની રાજધાની કીવમાં સ્થિત ભારતીય દૂતાવાસે આગળ કહ્યું કે જે કોઈપણ કીવની યાત્રા કરી રહ્યા છે, તેમને સલાહ આપવામાં આવે છે તે પાછા પોતાના શહેર આવી જાય. આ ઉપરાંત અન્ય જાણકારીઓ માટે આગળના સૂચનો જલ્દી જ જાહેર કરવામાં આવશે.

આ સાથે જ સરકારે યૂક્રેનમાં ફંસાયેલ ભારતીય નાગરીકો માટે હેલ્પલાઇન નંબર્સ પણ જાહેર કર્યા છે. આ ટોલ ફ્રી નંબર્સ છે, જેનાં માધ્યમથી વર્તમાન સ્થિતિ પર અધિક જાણકારીઓ મેળવી શકાય છે.

ફોન નંબર:

1800118797
+91-11-23012113
+91-11-23014104
+91-11-23017905

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.