રશિયા-અમેરિકાના યુદ્ધ વચ્ચે ભારતને થયો સૌથી મોટો ફાયદો, જાણો કયો ફાયદો???

રશિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વોરની વચ્ચે ભારત ફાવી ગયું છે. રશિયાએ હવે ભારતને વધારે ઓઈલ આપવાની ઓફર કરીને અમેરિકાના ગાલ પર તમાચો ઝીંક્યો છે. યુક્રેન સામેના યુદ્ધના પગલે ખિજાયેલા અમેરિકાએ રશિયામાંથી ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસ મંગાવવાનું બંધ કર્યું છે.આ પ્રતિબંધથી જરા પણ વિચલિત થયા વગર હવે રશિયાએ ભારતને વધારે ક્રૂડ આપવાની કરી છે.
ગઈકાલે ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી અને રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એલેક્ઝાંડર નોવાક વચ્ચે ચર્ચા થઈ હતી. નોવાકે હરદીપ પુરીને વધારે ઓઈલ આપવાની ઓફર કરી છે.
રશિયન સરકાર દ્વારા જારી નિવેદન અનુસાર, હરદીપ પુરીએ નોવાક સાથે વાત કરી હતી અને એનર્જી સેક્ટરમાં બન્ને દેશોની વચ્ચેની ભાગીદારી વધારવાની સંભાવના અંગે ચર્ચા કરી હતી. તાજેતરમાં રશિયાના ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ વધીને 1 બિલિયન ડોલર થયું છે અને આ આંકડામાં વધારાની સંભાવના છે.
રશિયાની આ જાહેરાત બાદ ભારત તેની પાસેથી વધારે ઓઈલ ખરીદે તેવી સંભાવના છે. જોકે આવું થાય તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે.