આ મંદિરમાં સાક્ષાત ભગવાન શિવ છે, 800 વર્ષથી અહીં પાણી પર પથ્થરો તરતા રહે છે, વૈજ્ઞાનિક પાસે પણ નથી કોઈ જવાબ…

આ મંદિરમાં સાક્ષાત ભગવાન શિવ છે, 800 વર્ષથી અહીં પાણી પર પથ્થરો તરતા રહે છે, વૈજ્ઞાનિક પાસે પણ નથી કોઈ જવાબ…

ભારતના પ્રાચીન મંદિરોના પોતાના રહસ્યો છે, જે આપણે ક્યારેય સાંભળ્યા પણ નહી હોય. સામાન્ય રીતે મંદિરોના નામ તેમાં રહેલી મૂર્તિઓ પરથી રાખવામાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે વાત કરવાના છીએ જેનું નામ નિર્માણ કરનાર વ્યક્તિ ઉપરથી રાખવામાં આવ્યું છે.

તેલાંગણાના મૂળુગુ જિલ્લાના વેંકટપુર વિભાગના પલમપેટ ગામની ખીણમાં આ મંદિર આવેલું છે. આ મંદિર અનોખી વિષેશતા ધરાવે છે. પાલમપેટ નાનુ ગામ હોવા છતાં સેંકડો વર્ષોથી આબાદ છે.

ભગવાન શિવ રામપ્પા મંદિરમાં બિરાજમાન છે, જેથી તેને રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના નિર્માણની કથા ખુબ જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ શું છે ભગવાન શીવના આ અનોખા મંદિરની વાર્તા.

શું છે મંદિરની કથા:
1213ની સદીમાં, આંધ્રપ્રદેશના કાકટિયા વંશના મહાપરાજા ગણપતિ દેવને અચાનક શીવ મંદિર બનાવવાનો વિચાર આવ્યો. બાદમાં તેમણે શિલ્પકાર રામપ્પાને એક એવુ મંદિર બનાવવા માટે કહ્યું જે વર્ષો સુધી ટકી રહે.

રામપ્પાએ રાજાની આજ્ઞાનુ પાલન કર્યુ અને તેમની કારીગરી દ્વારા ભવ્ય અને વિશાળ તેમજ સુંદર મંદિર બનાવ્યું. તેવું કહેવામાં આવે છે કે રાજા તે મંદિર જોઇને ખુબ જ ખુશ થયા અને મંદિરનું નામ શિલ્પકારના નામ પર જ રાખ્યું. 13મી સદીમાં ભારત આવેલા પ્રખ્યાત ઇટાલિયન વેપારી અને સંશાધક માર્કોપોલોએ આ મંદિરને મંદિરોની ગેલેક્સીનો ચમકતો સિતારો ગણાવ્યો હતો.

800 વર્ષ પછી પણ આ મંદિર તેવું જ છે જેવું તે બન્યા સમયે મજબૂત હતું. લોકોના મનમાં અચાનક સવાલ ઉભો થયો કે આ મંદિર આટલુ જૂનુ છે તેમ છતાં તે કેમ તૂટતુ નથી. ત્યારે પુરાતત્વ વિભાગના નિષ્ણાંતોએ મંદિરની તાકાતનું રહસ્ય જાણવા માટે પત્થરનો ટુકડો કાપીને તેના પર રિચર્સ કર્યું. બાદમાં જે સત્ય બહાર આવ્યું તે આશ્ચર્યજનક હતું, તે પત્થર ખુબ જ હલકો હતો અને તેને પાણીમાં નાંખવામાં આવ્યો તો તે ડૂબવાની જગ્યાએ તરવા લાગ્યો હતો.

બાદમાં એ સવાલ ઉભો થયો કે આવો હલકો પત્થર ક્યાંથી આવ્યો, કારણકે આવા પત્થર વિશ્વમાં ક્યાંય પણ મળતા નથી. માત્ર રામસેતુના પત્થર સિવાય આ પ્રકારના પત્થર ક્યાંય મળતા નથી. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આજ સુધી કોઇ જાણી શક્યું નથી.

જ્યારે આ વાત પુરાતત્વ વિભાગ સુધી પહોંચી ત્યારે તે મંદિરની તપાસ માટે પાલમપેટ ગામ પહોંચી અને જાણવાના ઘણા પ્રયત્નો કર્યા કે આ મંદિર આટલા સમય બાદ પણ અડિખમ કેવી રીતે છે તેનુ રહસ્ય આજ સુધી તે શોધી શક્યા નથી.

બીજા જુના મંદિરો ભારે પત્થર દ્વારા બનાવવામાં આવ્યા હતા જેથી તે ખંડેરોમાં ફેરવાઇ ગયા પરંતુ આ મંદિર હલકા પત્થરથી બનાવવામાં આવ્યું છે જેથી તે 800 વર્ષ બાદ પણ અડિખમ રહ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.