સુરતના વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ ત્રાટકી…

સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી પોલીસે સ્પાના નામે ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. જેમાં 1 મહિલા સહિત 3 પુરુષોની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અહીંના પોદાર આર્કેડ ખાતે સ્પામાં મસાજ પાર્લરના નામે કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વરાછા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં 1 મહિલા સહિત 3 પુરુષની અટકાયત કરી હતી. હાલ આ તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈને તેમના પર કાયદેસરકની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, ગત મહિને પણ શહેરા વેસુ વિસ્તારમાં સોમેશ્વર સર્કલ નજીકના એખ કોમ્પલેક્સમાં આર-વન સ્પામાં મસાજના નામે દેહ વેપારનો ગોરખધંધો ચાલકો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ મોબાઈલ ફોન, રોકડ રકમ અને કોન્ડમ સહિત કુલ 1.40 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ 6 થાઈલેન્ડની યુવતીઓ, 3 ગ્રાહક અને એક મેનેજરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અલગ-અલગ શહેરોમાં તમને સ્પા અને મસાજ પાર્લર જોવા મળી જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા આ સ્પા-મસાજ સેન્ટરો માત્ર નામના જ છે, બાકી અહીં અસલી ધંધો તો જિસ્મ અને નશીલા પદાર્થોના સેવનનો થઈ રહ્યો છે. ગુજરાતમાં આ બદીઓ પર અવાજ ઉઠે કે માધ્યમોમાં આ મુદ્દો ઉછળે, ત્યારે પોલીસ એક સાથે સપાટો બોલાવીને સેન્ટરો પર તવાઈ બોલાવે છે. જો કે ઇચ્છા શક્તિના અભાવે ફરી થોડા દિવસોમાં જૈસે થેની સ્થિતિ થઇ જાય છે.