લંડનમાં રહેતા આ ભક્તે માતાજીની પોતાના ઘરમાં પધરામણી કરાવી, અને ભુવાજી આમંત્રણ આપીને પોતાના ઘરમાં માતાજીની રમેલ કરાવી…

મિત્રો આજને ગામડાંઓમાં તો ઘણી જગ્યાએ માતાજીની રમેલ થતા જોઈ હશે. ઘણા ભુવાઓ માતાજીની રમેલ કરતા હોય છે. માનવામાં આવે છે કે જયારે રમેલ થતી હોય ત્યારે સાક્ષાત માતાજી ત્યાં ઉપસ્થિત હોય છે અને ભુવાજીના મુખે માતાજી પોતાના ભકતો સાથે વાતો કરતા હોય છે.
આ સમયે ભકતો દ્વારા માતાજીને પોતાને પડતી તકલીફો પૂછવામાં આવે છે.એ સમયે માતાજી એ ઉપાય બતાવતા હોય છે. તેનાથી ભકતોના દુઃખ અને તકલીફો દૂર થતી હોય છે. આજ સુધી તમે ગામડાઓમાં રમેલ થતી જોઈ હશે.
પણ આજે અમે તમે જણાવીશું કે વિદેશોમાં પણ ભકતો માતાજીની રમેલ કરાવે છે. ભલે લોકો દેશના ખૂણે ખૂણે જઈને વસી જાય પણ પોતાની માન્યતાઓ અને સંસ્કાર કયારેય નહિ ભૂલે.
આવી જ એક ઘટના લંડનથી સામે આવી છે. જ્યાં લંડનમાં રહેતા એક ભક્તે પોતાના ઘરે માતાજીની રમેલ કરી હતી. જેમાં તેમને રાજા ભુવાજી મળતાજને પોતાના ઘરે આમંત્રણ આપ્યું હતું અને ભુવાજીએ ત્યાં જઈને માતાજીની રમેલ કરી હતી.
રમેલ જોઈને ભકતોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ભક્તોએ માતાજીની રમેલ કરાવીને પોતાના ઘરને પાવન કર્યું હતું.માતાજીને પોત ઘરમાં આહવાહન આપ્યું હતું અને છેલ્લે ઘરમાં માતાજીની આરતી કરવામાં આવી હતી.
આ ઘટનાને જોઈને આપણને પણ ગર્વ થાય છે. વિદેશોમાં રહેતા લોકો પણ માતાજીમાં આસ્થા રાખે છે. ભુવાજીએ રમેલમાં માતાજીને તે ઘરની તકલીફો દૂર કરવાની વિનંતી કરી હતી.