પાવાગઢમાં 1.11 કરોડ રૂપિયા અને સવા કિલો સોનાનું છત્ર દાનમાં આપ્યું સાબરકાંઠાનાં આ પરિવારે, જાણો સમગ્ર ઘટના…

પાવાગઢમાં 1.11 કરોડ રૂપિયા અને સવા કિલો સોનાનું છત્ર દાનમાં આપ્યું સાબરકાંઠાનાં આ પરિવારે, જાણો સમગ્ર ઘટના…

પાવગઢમાં મહાકાળી માતાજીના યાત્રાધામમા સાબરકાંઠા જિલ્લાના રહેવાસી એક ભક્ત પરિવારે માતાજીના ચરણોમાં દાન ધરીને અનોખી રીતે સેવા કરવાનો અવસર મેળવ્યો હતો.હિંમતનગર શહેરના નિવાસી એવા બાબુભાઇ પુરોહિતે મહાકલી મંદિર પાવાગઢ ધામને દેવ દિવાળીના શુભ દિવસે 1.11 કરોડ રૂપિયા અને 1.25 કિલોગ્રામ સોનાની છત આપીને માતાજીની સેવા કરવાનો મોકો છોડ્યો ન હતો.

મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં હિંમતનગર ખાતે રહેતા એવા બાબુભાઇ સોનાજી પુરોહિત કે જે પશુઓના કૂટલફૂડનો વ્યવસાય કરે છે.તેમના પરિવારમાંથી ચિંતન ભાવેશ અને ચેતના સહિત સમગ્ર રાજપુરોહિત પરિવારે મંદિરના ટ્રસ્ટીઓને 1.11 કરોડનો ચેક અર્પણ કર્યા હતો અને સાથે 60 લાખ રૂપિયા જેટલી કિંમતનું સોનાની છત કે જેનું વજન 1.25 કિલોગ્રામ થાય છે સહર્ષ રીતે દાન કરીને સાબિત કરી દીધું હતું કે આજે પણ ધર્મની સેવા કરવાવાળા ભામાશા જેવા લોકો હાજર છે.માતાજીએ આપ્યું છે ને તેમને જ આપવાનું છે.આજના જમાનામાં ઘણા એવા માણસો છે કે જેમની જોડે ઘણી સંપત્તિ છે પણ તેઓ કઈ દાન આપી શકતા નથી.પરંતુ ભગવાન પ્રભુ આવા દાન કરવાના વિચાર તો અમુક લોકોના મનમાં જ આપે છે.દાન કરવું અને સેવા કરવી એ પણ એક લહાવો છે.

માતાજીના મંદિરમાં આ રીતે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા આટલી મોટી રકમ દાનમાં આપવામાં આવી હોય.વધુમાં રાજોપુરોહિત પરિવારે કહ્યું હતું કે સમાજના સુખી અને સમૃદ્ધ લોકોએ ધર્મ માટે દાન કરી આગળ આવવું જોઈએ.

યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.માતાજી સાથે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે.અહીં નવરાત્રી દરમિયાન તેમજ દિવાળી દેવ દિવાળી મોટા તહેવાર અને પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રાધ્ધળુઓ આવે છે.

હાલમાં અહીં મંદિર પરિસર મોટું બનાવવાની કામગિરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ પગઠિયાનું કામકાજ પણ પુર જોસમા ચાલી રહ્યું છે.આ વર્ષે પ્રથમવાર 225 વાનગીઓની સાથે ભવ્ય અન્નકૂટ માતાજીને ખૂબ ભક્તિભાવ પૂર્વક ધરવામાં આવ્યો હતો.મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આવનાર દર્શનાર્થીઓને આ બાબતે આયોજન કરનારા લોકોનો હદયથી આભાર માન્યો હતો.

હીમતનગરના બાબુલાલ રાજપુરોહિત પરિવારની પણ અહીં માતાજી સાથે અનોખી શ્રદ્ધા જોડાયેલી રહી છે.આ પરિવારના ગુરુજીનો પાવગઢ ખાતેનો વસવાટ અને વર્ષોથી જોડાયેલી માતાજીની સાથેની શ્રદ્ધા થકી તેઓએ પોતાના વ્યવસાયનું નામકરણ પણ માતાજીને લક્ષમા રાખીને જ આપેલું છે.આપણા રાજ્યમા આવેલી અનેક ડેરીઓ જોડે સંકળાયેલા પશુઓના આહાર માટેનો વ્યવસાય છે.તેમનો પરિવાર સમાજ માટે તેમજ જરૂરિયાત લોકોને હંમેશા મદદ કરતો આવ્યો છે.આવા માણસોને લાખ લાખ વંદન.જય મહાકાળી માતાજી.

ravi vaghani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *