પાલાબાપાના આશ્રમમાં 365 દિવસ નિસ્વાર્થ ભાવે ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે, અને જો કોઈ રાતના ૧૨ વાગે આવે તો પણ તેને રોટલો કરીને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે…

પાલાબાપાના આશ્રમમાં 365 દિવસ નિસ્વાર્થ ભાવે ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે, અને જો કોઈ રાતના ૧૨ વાગે આવે તો પણ તેને રોટલો કરીને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે…

આપણા ગુજરાતમાં ગણા સેવાભાવિ સંતો થઇ ગયા. આજે અમે તમને એક એવા જ સંત વિષે જણાવીશું કે જેમને પોતાનું આખું જીવન ગરીબ અને ભૂખ્યા લોકોની સેવામાં વિતાવી દીધું. આ દિવ્ય સંતનું નામ છે પાલાબાપા. પાલાબાપા મૂળ દ્વારકાના રહેવાસી છે.

આજથી ૪૦ વર્ષ પહેલા પાલાબાપાએ પોતાના ઘરેથી ભૂખ્યા લોકોની સેવા કરવાનું કામ કર્યું હતું.જે ભકતો દ્વારિકાધીશના દર્શન કરવા માટે આવતા તેમને પાલાબાપા પોતાના ઘરે રહેવા અને જમવાનું આપતા હતા અને તેમની સેવા કરતા હતા.

ધીરે ધીરે ભકતોની સંખ્યા વધતા તેમને એક આશ્રમની શરૂઆત કરી હતી જેમાં ૩૬૫ દિવસ ભકતોને ભોજન અને રહેવાની સેવા આપવામાં આવે છે. એ પણ મફતમાં. ભકતો પાસેથી આજે પણ એકપણ રૂપિયો દાન નથી લેવામાં આવતું.

હોળીના સમયે તો દિવસમાં હજારો ભકતો આ આશ્રમમાં સેવા લેવા માટે આવે છે અને તે હજારો ભકતોને સેવા આપવામાં પણ આવે છે. પાલાબાપાના મૃત્યુ પછી આ કામની બધી જ જવાબદારી તેમના બે પુત્રોએ ઉઠાવી છે.

આજે પાલાબાપાના બે પુત્રો આ આશ્રમમાં આવતા ભક્તોને ભોજન આપીને તેમની સેવા કરે છે. તેમનો એક દીકરો શિક્ષક હોવા છતાં. તે ટાઈમ કાઢીને ભકતોની સેવા કરે છે.પાલાબાપા રાતે ૧૨ વાગે પણ કોઈ આવે તો તેમને રોટલો કરીને ખવડાવત હતા.

આજે તેમના બે દીકરાઓ પિતાના સેવાના કામને આગળ વધારી રહ્યાં છે. આ વિસ્વાર્થ ભાવની સેવાને દિલથી સલામ છે. પાલાબાપાના અવસાન થયે ૫ વર્ષ વીતી ગયા છે. ત્યારથી જ તેમના બે દીકરાઓ આ આશ્રમ સાંભળી રહયા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.