કચ્છમાં વિદ્યાર્થિની પાછળ વિધર્મી પ્રેમીએ શાળામાં જઈને કર્યું એવું કે જાણીને બધાના હોશ ઉડી ગયા…

કચ્છના રાપરમાં સ્કૂલની વિદ્યાર્થિનીને પજવણીનો મામલો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે સ્કૂલમાં જ સગીરાનો બર્થ-ડે ઉજવ્યો હતો. તેમાં રાપરના સલારી નાકાની પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો છે. તેથી સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તથા બેજવાબદાર શિક્ષકો, શાળા સંચાલકો સામે પગલાં લેવાશે. તેમજ વિદ્યાર્થિનીના પરિજનોના નિવેદન લેવામાં આવશે.
બનાવને શિક્ષણ વિભાગે સમર્થન આપી દુખદ ગણાવ્યો: રાપરના સલારી નાકા નજીક આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં ભણતી વિદ્યાર્થિની સાથે સ્કૂલમા અણછાજતુ વર્તન કરવામાં આવ્યું છે. જેમાં બાજુમાં રહેતા વિધર્મી યુવકે સગીરાના બર્થ ડેની ઉજવણી કરી છે. તથા બર્થ ડે ચોકલેટ આપી તેમજ સેલ્ફી પાડી બળજબરીથી વિધર્મી યુવાને પજવણી કરી હતી. તેમાં સમગ્ર મામલો સામે આવ્યા બાદ પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસ આરંભી છે. જેમાં પ્રાથમિક તપાસમાં બનાવને શિક્ષણ વિભાગે સમર્થન આપી દુખદ ગણાવ્યો છે.
વિદ્યાર્થિનીના પરિજનોના નિવેદન લેવામાં આવશે: રાપર વિસ્તારમાં સલારી નાકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં એક સગીરા અભ્યાસ કરે છે. એક વિધર્મી યુવક લાંબા સમયથી તેની પાછળ પડ્યો હતો. ત્યારે સગીરાના જન્મદિને તો પ્રેમી યુવકે હદ વટાવી દીધી હતી. પ્રેમી યુવક સગીરાના શાળામાં જબરદસ્તીથી ઘૂસી ગયો હતો. જેના બાદ તેણે આઈ લવ યુ લખેલી ગિફ્ટ સગીરાના હાથમા પકડાવી હતી. સગીરાએ લેવાની ના પાડી હતી.
છતા યુવક માન્યો ન હતો. તેણે પરાણે ગિફ્ટ સગીરાને પકડાવી હતી. આટલેથી યુવક અટક્યો ન હતો. તેણે બધા વિદ્યાર્થીઓની હાજરીમાં જ સગીરાનો હાથ પકડીને જબરદસ્તીથી સેલ્ફી પડાવી હતી અને તેને ચોકલેટ ખવડાવી હતી. આ સમયે શિક્ષક પણ ક્લાસમાં હાજર હતા. ત્યારે ગભરાઈ ગયેલી સગીરાએ ઘરે જઈને તમામ માહિતી પોતાના માતાપિતાને કહી હતી.