ગુજરાતમાં ઘા’તકી પતિએ બ્લાસ્ટ કરી પત્નીને ઉડાવી દીધી, જુઓ તેની પાછળ…

ગુજરાતમાં ઘા’તકી પતિએ બ્લાસ્ટ કરી પત્નીને ઉડાવી દીધી, જુઓ તેની પાછળ…

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી હતી. જેમાં ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોતને ભેટ્યો છે. તથા ભેદી બ્લાસ્ટના પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

મેઘરજના બીટી છાપરા ગામે ભેદી બ્લાસ્ટ થયો: તેમજ ઘટનાની ગંભીરતા સમજી એસપી સહીત ડીવાયએસપી ભરત બસીયા, એસઓજી, એફએસએલ, એલસીબી સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તથા પોલીસ ભેદી બ્લાસ્ટની ઝીણવટભરી તપાસ હાથધરી એફએસલની મદદ લીધી હતી. તથા પતિએ પત્નીને બ્લાસ્ટમાં ઉડાડી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. તેમજ ભેદી બ્લાસ્ટના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું: ત્યારે સંદેશ ન્યૂઝ પહોચ્યું ઘટના સ્થળે પહોંચ્યું હતુ. તથા શંકાથી કંકાસ સર્જાય છે અને કંકાસથી કત્લેઆમ અને ગૃહ કંકાસના પગલે સતત હત્યાના બનાવો ગુજરાતમાં સર્જાય છે. ક્રૂર પતિએ પત્નીની હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો તે વિચાર માત્ર જ ભલભલાના કાળજા કંપાવી નાખનારો છે. તેમજ મેઘરજના રેલ્લાંવાડા નજીક આવેલા બીટી છાપરા ગામમાં પિયર આવેલી પત્નીને પતિએ બ્લાસ્ટ કરી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી છે.

ભેદી બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ: હત્યારા પતિ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવી હતી. તથા આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બીટીછાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા. લગ્નના સુખી સંસારના ભાગરૂપે 20 વર્ષીય એક પુત્ર પણ છે. તથા શારદાબેન પગી તેમના પિયર એક મહિના પહેલા બીટી છાપરામાં આવ્યા હતા. ત્યારે ગુરુવારે રાત્રે તેમનો પતિના મગજમાં જાણે હત્યાનું ભૂત સવાર થયું હોય તેમ કમરમાં ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી તેના પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ કરતા શારદાબેનના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

બન્નેની લાશને પીએમ અર્થ ઇસરી ખાતે ખસેડાઈ: જયારે લાલાભાઇના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દર્દથી કણસી રહ્યો હતો અને અંતે પતિનું પણ બ્લાસ્ટમા મૃત્યુ થયું હતું. ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યા હતા. પતિએ પત્નીની હત્યા કરવા એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ અંગે જીલ્લા પોલીસવડાને જાણ કરતા જીલ્લા પોલીસવડા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને બન્નેની લાશને પીએમ અર્થ ઇસરી ખાતે ખસેડાઈ હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.