ભાવનગરમાં પ્રેમીએ મહિલાને શરીર સુખ માણવા બોલાવી અને સગીર પુત્રની…

ભાવનગરમાં ગુરુવારે થયેલી બે અલગ અલગ હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો. માતા અને સગીર પુત્રની હત્યા એક જ શખ્સે કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હેમલ શાહ નામના વ્યક્તિના ઘરેથી ગોદડામાં વિટાળેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો.
ભાવનગર: ભાવગનરમાં ગુરુવારે થયેલી બે અલગ-અલગ હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બંને માતા અને સગીર પુત્રની હત્યા એક જ શખ્સે કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે રાતે મહિલાને શરીરસુખ માણવા માટે બોલાવી હતી. બાદમાં કોઈ કારણોસર આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા કરી હતી. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર નજીકના વરતેજ ગામથી સીદસર જવાના રસ્તામાં અવાવરૂં જગ્યાએ એક સગીર બાળકની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જો કે, તે ઘટનાની ગણતરીના કલાકોમાં ભાવનગર શહેરના સહકારી હાટ પાસે આવેલા જનકલ્યાણ ફ્લેટમાં હેમલભાઈ શાહ નામના વ્યક્તિના ઘરેથી ગોદડામાં વિટાળેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
અડધી રાતે પરણિત પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને મળ્યો જોરદાર ‘પરચો’: પોલીસ તપાસમાં બંને મૃતક માતા-પુત્ર હોવાનું અને બંનેની હત્યા એક જ શખ્સે કરી હોવાનું ખુલ્યું છે. માતા સાથે ગાઢ સંબંધ ધરાવનાર આરોપીએ બુધવારે રાતે મહિલાને શરીર સંબંધ બાંધવા બોલાવી હતી. બાદમાં કોઈ કારણોસર આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા નિપજાવવાનો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ આરોપી હેમલ શાહે જ અંકિત જોશીને બુધવારે રાત્રે મળવા માટે ઘરે બોલાવી હતી.
ત્યારબાદ અંકિતા જોશી તેના સગીર પુત્રને લઈને હેમલ શાહના ફ્લેટ પર પહોંચી હતી. જ્યાં કોઈ કારણોસર હેમલ શાહ અને અંકિશા જોશી વચ્ચે ઝઘડો થતાં આરોપીએ માતા-પુત્રની હત્યા કરી હતી. ગુરુવારે સવારે વરતેજ-સિદસર રોડ પરથી પોલીસને એક સગીરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારના 20થી વધુ ઘા મળી આવ્યા હતા.
નાઈટક્લબમાં જન્મ દિવસ ઉજવી રહી હતી મહિલા, બની ભયાનક ઘટના અને થયું મોત: તપાસ દરમિયાન સામે આવ્યું કે, બંને મૃતકો વચ્ચે માતા-પુત્રનો સંબંધ છે. જેથી ફ્લેટના માલિક હેમલશાહની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં હેમલશાહે બંનેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, મૃતક અંકિતા જોશી તેના પતિ સાથે છૂટાછેડા લઈ અલગ રહેતી હતી. જ્યારે આરોપી હેમલ શાહ પણ તેની પત્ની સાથે છૂટાછેડા લઈને અલગ રહેતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.