આણંદ વિદ્યાનગરમાં શિક્ષકે વિદ્યાર્થીને એક્સ્ટ્રા ક્લાસના બહાને 11 સાયન્સમાં ભણતી છોકરીને બોલાવી અને ગંદુ કામ કર્યું…

આણંદ વિદ્યાનગરમાં શિક્ષકે વિદ્યાર્થીને એક્સ્ટ્રા ક્લાસના બહાને 11 સાયન્સમાં ભણતી છોકરીને બોલાવી અને ગંદુ કામ કર્યું…

વલ્લભવિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલા પ્રભુકાન્ત બંગલોઝમાં રહેતો શિક્ષક કાન્તીભાઈ પટેલ વિરુદ્ધ એક વિદ્યાર્થીને અડપલાં કરવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કાંતિભાઈ શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેને કે.એમ.પટેલ તરીકે ઓળખવામાં આવે છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી મહિલાઓ અને સગીરાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા તો એવા કિસ્સા સામે આવે છે, જેના કારણે સંબંધો લજવાઇ જાય છે. હાલમાં જ શિક્ષણનગરી કહેવાતા વિદ્યાનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 62 વર્ષિય વૃદ્ધ શિક્ષકે તેમની પૌત્રીની ઉંમરની વિદ્યાર્થીની સાથે એવું કર્યુ કે જાણી તમારુ પણ લોહી ઉકળી જશે. વૃદ્ધે વિદ્યાર્થીનીને એક્સ્ટ્રી ક્લાસના બહાનાથી બોલાવી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને તેને ગાલ પર બચકા ભર્યા હતા. આ ઘટનાની જાણ જયારે પરિવારજનોને થઇ ત્યારે પિતાએ આ મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે

ઘટનાની વિગત તપાસીએ તો, હાલ આણંદની એક કોલેજના ક્વાર્ટસમાં રહેતા અને મૂળ અમદાવાદના અધ્યાપકની 15 વર્ષિય દીકરી કે જે ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે વિદ્યાનગર નાના બજાર ખાતે વ્રજ બંગલો સામેના પ્રભુકાંત બંગલોઝ ખાતે રહેતા કાંતિ પટેલના ઘરે બાયોલોજીના ટ્યૂશન માટે જાય છે. આમ તો ટયૂશનનો ટાઇમ બપોરના 3થી 4.30 સુધીનો હોય છે અને રવિવારના રોજ 10થી 12નો હોય છે. ત્યારે ગત રવિવારના રોજ આ સગીરા સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ ટયૂશન જવાનું કહી નીકળી હતી

તે સવારની નીકળેલી છેક બપોરે 12 વાગ્યા આસપાસ પરત આવી હતી ત્યારે ગળા અને બોચીના ભાગે કેટલાક ચાઠાના નિશાન દેખાયા અને આ બાબતે તેના પિતાએ પૂછપરછ કરતા તેણે હકિકત જણાવી હતી. તેણે જણાવ્યુ હતુ કે તેને તેના શિક્ષક કાંતિ પટેલે બચકુ ભર્યુ હતુ. આ મામલે પિતાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક કાંતિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે

પહેલા તો સગીરાએ નિશાન છુપાવવા માટે દુપટ્ટાનો સહારો લીધો હતો. જો કે આમ છતાં તેના પિતાએ આ નિશાન જોઇ લીધા હતા. આ બાબતે પિતાએ દીકરી સાથે પૂછપરછ કરી હતી, જેને પગલે તેણે એવું કહ્યુ હતુ કે બહેનપણીએ મસ્તી મસ્તીમાં તેના ગાલ ખેંચી લીધા હતા. જો કે બાદમાં દીકરીએ તેના કાકાની દીકરીને સમગ્ર હકીકત જણાવી હતી. એ પછી તેના પિતરાઈ બહેને સગીરાના ભાઈને સમગ્ર હકીકત જણાવતાં જ પિતાને આ બાબતે જાણ થઇ હતી. દીકરીએ પોતાના પિતા સમક્ષ આ વાતની કબૂલાત કરતાં જણાવ્યું કે તેને મકાનના ઉપરના માળે એકલી બેસાડી હતી. જ્યાં તેણે તેની સાથે શરીર સબંધ બાંધવા વિશેની વાતો કરી હતી

આજકાલની દીકરીઓ દરેક બાબતમાં સુરક્ષિત નથી નરાધમ લોકો કોઈને કોઈ રીતે નાની બાળકીઓ તેમજ યુવાન યુવતીઓને નિશાના પર લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરતા હોય છે. આપણા દેશમાં શિક્ષકને બીજા માતા પિતા તરીકેનો દરજ્જો આપવામાં આવે છે.. કારણ કે એક શિક્ષક બાળકને તેના ભવિષ્યની સાચી રાહ દેખાતો હોય છે…

પરંતુ વિદ્યાનગરમાં એક શિક્ષકે જ દીકરી સાથે અડપલા કરી ને ગુરુ શિષ્ય ના સંબંધ ને શરમમાં મૂકી દીધો છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ઘણી બધી કોલેજો અને સ્કૂલો આવેલી છે. વલ્લભવિદ્યાનગરમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ નું પ્રમાણ ખૂબ વધારે છે. અહીં બાયોલોજીના એક્સ્ટ્રા ક્લાસ લેવાના બહાને હવ.સખોર શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે.

તે બાયોલોજી વિષયના શિક્ષક છે. અને એક દિવસ એક્સ્ટ્રા ક્લાસીસ ના બહાને એક વિદ્યાર્થીનીને પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ તે પોતાના મકાનની ઉપરની તરફ તેને લઈ જઈ તેની બાજુ માં બેસાડી હતી. તેમજ તેના ગાલ અને ગળા ઉપર બચકા ભરી લીધા હતા. અને અડપલા કરવા ની કોશિશ કરી હતી…

તેમજ તે અન્ય જગ્યાએ પણ હાથ મારી રહ્યો હતો અને વિદ્યાર્થીનો આબરૂ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીએ શિક્ષકને ખૂબ રોક્યો હતો છતાં પણ તે પોતાની વાસ.ના ને કંટ્રોલમાં રાખી શક્યો ન હતો. અને તેની સાથે વારંવાર અડપલા કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીએ પોતાનો બચાવ કરવાની ઘણી કોશિશ કરી હતી…

પરંતુ શિક્ષક તેને મૂકી રહ્યો ન હતો. એક દિવસ વિદ્યાર્થિનીએ આ બાબતની જાણ પોતાના ઘરે કરી હતી. ઘરે જાણ થતાં જ માતા-પિતા ના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી કારણ કે વર્ષોથી જાણતા શિક્ષકે જ પોતાની દીકરી સાથે અડપલા કરવા ની કોશિશ કરી હતી. જેના પગલે વિદ્યાર્થીના માતા-પિતા એ વિદ્યાનગર પોલીસ મથકે આ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે..

અને પોલીસે વધુ તપાસ હાથ ધરવા માટે આગળની કામગીરી શરૂ કરી દીધી છે. વલ્લભ વિદ્યાનગર નો આ કેસ સામે આવ્યા બાદ ત્યાં ભણતા અન્ય વિદ્યાર્થીઓ અને વાલી મંડળ માં ભારે રોષ ફેલાયો છે. આ શિક્ષક ની સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275