એક તરફી પ્રેમમાં પાગલ યુવાન એક વર્ષથી હેરાન કરતો હતો ગ્રીષ્માને, સંબંધની ના પાડતા કાપી નાખ્યું ગળું…

સુરત જિલ્લાના (Surat murder news) કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક 18 વર્ષના યુવાન ફેનીલ ગોયાણી્એ (Fenil Goyani) એક તરફી પ્રેમમાં (murder in one sided love) સાથે જ અભ્યાસ કરતી 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેંકરિયાનું (Grishma Vekariya ) ચપ્પુ વડે ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. નિર્દોષ યુવતીનું ઢિમ ઢાળી યુવાને પોતે પણ હાથે અને પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીધી હતી, યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. બીજી બાજુ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે.
પ્રેમ સબંધ રાખવા બળજબરી કરી પીછો કરતો હતો: એક તરફી પ્રેમમાં કામરેજમાં ખૂની ખેલ ખેલાયો હતો જેના પડઘા આખા રાજ્યમાં પડી રહ્યા છે. કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે રહેતા યુવાન ફેનીલ ગોયાણીએ કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતી ગ્રીષ્મા વેંકરિયા સાથે એક તરફી પ્રેમ હતો, યુવાન વારંવાર યુવતીને પ્રેમ સબંધ રાખવા બળજબરી કરી પીછો કરતો હતો. પરંતુ તે ન માનતા ફેનીલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્માંનું ઢિમ ઢાળી દેવાનું નક્કી કરી સાંજે હાથમાં ચપ્પુ રાખી ગ્રીષ્માંની સોસાયટી ખાતે પહોંચ્યો જયાં યુવતીના મોટાં પપ્પા અને ભાઈ યુવાનને સમજાવાં જતા યુવાને બન્ને પર ચપ્પુ વળે હુમલો કાર્યો હતો. બાદમાં જાહેરમાં ગ્રીષ્માંનાં ગળે ચપ્પુ મુકી તેણીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો: હત્યારા ફેનીલે યુવતીની હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીધી હતી. જોકે, સ્થળ પર કામરેજ પોલીસ આવી પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવયો છે.
પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસુંરિયા પરિવારને મળ્યા: કોલેજમાં અભ્યાસ કરતી નિર્દોષ ગ્રીષ્માં વેંકરીયાની હત્યાનાં પગલે કામરેજમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસુંરિયા રવિવારે વહેલી સવારે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી. આ સાથે તેમણે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે વીડિયો કોલ પર વાત કરાવી હતી. ગ્રીષ્માંનાં પરિવારજનોએ ભીની આંખે ગૃહ પ્રધાન પાસે હત્યારા ફેનીલનેં કડક સજા અપાવવા જણાવ્યું હતુ. જે બાદ હર્ષ સંઘવી પરિવારને મળીને પણ સાંત્વના પાઠવી હતી.
હાલ તો હત્યારો યુવાન સુરતની નવી સિવિલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે કામરેજ પોલીસે યુવાન વિરૂદ્ધ 302 તેમજ 307 મુજબનો ગુનો નોંધ્યો છે.
આ ઘટના બાદ વિપક્ષે પણ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર એક પોસ્ટ શેર કરીને ગુજરાત સરકાર વિશે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી.