થોડીવારમાં જ PM મોદી GMDC ગ્રાઉન્ડથી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે, અવ્યવસ્થા થતા લોકો રેલિંગ કુદીને ગયા…

થોડીવારમાં જ PM મોદી GMDC ગ્રાઉન્ડથી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે, અવ્યવસ્થા થતા લોકો રેલિંગ કુદીને ગયા…

ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાંથી હાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. સમગ્ર દેશમાં ભગવાની વાત કરીએ તો ભાજપ અને તેના સાથીપક્ષો આ પરિણામો સાથે 18 રાજ્યમાં સત્તા પર યથાવત છે. હવે વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા છે.વડાપ્રધાને એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં લાખો લોકએ પીએમનું સ્વાગત કર્યું હતું. કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં જશે. જેને લઈ GMDC ગ્રાઉન્ડમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

GMDC ગ્રાઉન્ડ બહાર ભીડ જામી: ​​​GMDC ગ્રાઉન્ડ બહાર ભીડ જામી છે. ગ્રાઉન્ડ સામે ફ્રુટ માર્કેટ જામ્યું છે. સરપંચ સંમેલનમાં આવેલા લોકો ફ્રૂટનું લારી પર કાકડી, દ્રાક્ષ,કેળા, પાણીની બોટલ લેવા પડાપડી થઈ રહી છે.

લોકોએ રેલિંગ કૂદીને જવું પડ્યું​​​​​​​: ​​​​​​​મોટી સંખ્યામાં લોકો આવતા અવ્યવસ્થા ઉભી થઈ હતી. જેને કારણે લોકોએ રેલિંગ કૂદીને જવું પડ્યું હતું. યુનિવર્સિટી સમરસ કેન્ટીન તરફથી આવતા લોકો રેલિંગ કૂદતા હતા, જેમાં મહિલાઓને ભારે તકલીફ પડી હતી. તેમજ પાર્કિંગને કારણે અન્ય જિલ્લામાંથી આવેલ બસો અટવાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉદેસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે સવારથી આવ્યા છીએ. જિલ્લા પ્રમાણે અમારા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.અત્યારે બેસવા,જમવા તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

‘મારું ગામ, મારું ગુજરાત’ થીમથી ચૂંટણી પ્રચારનો આરંભ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશનનો પ્રારંભ મોદી 11 માર્ચ એટલે કે શુક્રવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાંથી કરશે. અહીં ‘મારું ગામ, મારું ગુજરાત’ના નામના સરપંચ સંમેલનમાં ગુજરાતભરમાંથી 1 લાખથી વધુ ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને ભેગા કરવામાં આવશે. ગ્રામ્ય સશક્તિકરણની સાથે ગામડે-ગામડે ભાજપની વિકાસ યોજનાઓના અમલીકરણના પ્રચારનો પણ મોદીનો માસ્ટરસ્ટ્રોક છે.

મિશન 150 માટે ભાજપની શક્તિપ્રદર્શનની કવાયત:
GMDC ગ્રાઉન્ડના આ કાર્યક્રમ થકી મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારનો પણ શંખનાદ કરશે. આ માટે જ 11 માર્ચે મોદીના કાર્યક્રમમાં વિરાટ શક્તિ પ્રદર્શન માટે 1.50 લાખથી વધુની ભીડ એકત્ર કરવામાં આવી રહી છે. મોદી આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આવેલા કાર્યકર્તાઓએ ગુજરાતની ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપશે. ભાજપનું આ વિરાટ શક્તિ પ્રદર્શન મિશન 150 બેઠકો માટેનું માનવામાં આવી રહ્યું છે.

ખેલ મહાકુંભ, રક્ષાશક્તિ યુનિ.નો દીક્ષાંત સમારોહમાં પણ મોદી જશે:
વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના બે દિવસના સંભવિત કાર્યક્રમો મુજબ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો આરંભ કરાવશે. આની સાથોસાથ વડાપ્રધાન રક્ષાશક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન પણ આપશે. દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાનના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટને જોડતા વોક-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275